________________
ધ્યાન
: ૨૧૭ : ચાર વિભાગ પાડે છે અને જ્ઞાનાર્ણવમાં શુભચંદ્રાચાર્ય ધર્મ ધ્યાનના એ જ ચાર ભેદે પાડે છે. એ ચારે ભેદને થેયના પેટાવિભાગ સમજવામાં આવે તે તે વરતુવરૂપને અંગે વિરોધ રહિત લાગે છે. એ પિંડસ્થાદિ ધર્મધ્યાનનું સ્વરૂપ એટલું આકર્ષણ કરનારું છે કે એ પર જરા સંક્ષેપથી દષ્ટિપાત કરી જ એ આ પ્રસ્તુત પ્રકરણને અંગે ખાસ ઉપગી જશે. આપણે ઉપરોક્ત વેગથમાં બતાવેલ તેઓનું સ્વરૂપ વિચારીએ. એ વિભાગે જેવાથી ધર્મધ્યાન કેટલું સાલંબન છે અને ધ્યાનાદિ વેગમાં જ્યારે પ્રાથમિક સ્થિતિમાં પ્રાણી હોય છે ત્યારે આલંબનની કેટલી જરૂરીઆત છે તે જણાશે. આ ઉપરાંત અહીં એટલું પણ જણાવી દેવાની જરૂર છે કે-આ ધર્મધ્યાનના અધિકારી કેટલાકની માન્યતા પ્રમાણે અપ્રમત્ત અવસ્થામાં રહેલ વજી રૂષભનારા સંઘયણુવાળા જીવે કહ્યા છે તેથી છેવટ્ટા સંઘયણવાળા શરીરે તે ધર્મધ્યાનની ભાવના જ રહે છે. આ બાબત અહીં જણાવી દેવાની ખાસ જરૂર એટલા માટે છે કે આ બાબતમાં ઘણું પ્રાણુઓ પિતાને અધિકાર સમજ્યા વગર, ગ્યતાની તુલના કર્યા વગર આલંબનને છોડી દેવા ઉઘત થઈ જાય છે ને આત્મવંચના કરી આત્માને બહુધા પ્રપાત કરાવે છે. ધ્યાનના વિષયમાં જરા પણ ગેરસમજુતી ન થવી જોઈએ એની ખાસ જરૂર છે, કારણ કે એ આત્મીય વિષય છે અને આત્મા જે વિશેષ વિકસિત થયો ન હોય તે ઘણીવાર તેના દ્વારા જ તે મોહમાં પડી જઈ નીચે ઉતરી જાય છે તેથી આ વિષયમાં ખાસ સંભાળ રાખવાની જરૂર છે. પિતાની યોગ્યતા વિચારી અવલંબનેને તજવાં નહિ, તેમાં