________________
ધ્યાન
છે અને તેને જ વ્યક્તિરૂપે કરવાનું છે તેથી બહુ આનંદપ્રદ તે લાગે છે. ધ્યાનકાળે તે જુએ છે કે પ્રથમ તે પરમાત્મા જિનવરૂપે સાકાર છે, પછી સિદ્ધસ્વરૂપે નિરાકાર છે, નિષ્ક્રિય છે, નિર્વિકલ્પ છે, નિષ્કપ છે, આનંદમંદિર છે, વિશ્વરૂપ છે, સમસ્ત શેયના આકારે તેમનામાં પ્રતિબિંબિત છે, કૃતકૃત્ય થયેલા છે, કલ્યાણરૂપ છે, શાંત છે, શરીરરહિત છે, કર્મમળ ક્ષય થયેલા એવા છે, શુદ્ધ છે, નિર્લેપ છે, જ્ઞાનરાજ્યમાં સ્થિત છે, નિર્મળ છે,
તિસ્વરૂપ છે, અનંતવીર્ય યુક્ત છે, પરિપૂર્ણ છે, સનાતન છે, નિદ્ધ છે, રાગાદિથી રહિત છે, રોગરહિત છે, અપ્રમેય છે વિગેરે. આવા આત્મસ્વરૂપની વિચારણા કરતાં પિતામાં જ શક્તિરૂપે રહેલ પરમાત્મતત્વનું ધ્યાન કરતાં ધ્યાતા વિચારે છે કે-આવા મહાન ગુણે મારે હવે વ્યક્ત કરવાના છે અને તે માટે પ્રબળ પુરુષાર્થ કરવાનું છે. એ પરમાત્મતત્વનું ચિંતન વન કરતાં પ્રાણું વિચારે છે કે-આણુથી પણ સૂકમ આત્મા, આકાશથી પણ વધારે વિસ્તૃત છે, જગતને વંદન કરવા યોગ્ય છે, એનું ધ્યાન કરવાથી અનેક કર્મોને સમૂહ ખસી જાય છે અને શુદ્ધ સ્વસ્વરૂપે પ્રાપ્ત થાય છે અથવા પ્રકટ થાય છે. આવા સિદ્ધ પરમાત્માના સ્વરૂપમાં ધ્યાન કરતાં, તેનું અનન્ય શરણ કરતાં અને તેમાં લય પામતાં આત્મા એ અદ્ભુત આનંદ ભેગવે છે કે તેને તે વખતે આત્મનિમજજન થાય છે. પિતે કેટલીક વાર એકાકાર વૃત્તિ અનુભવે છે, સમરસભાવમાં લીન થાય છે અને છેવટે પિતે પરમાત્મતત્વમાં અપૃથફપણે લીન થઈ જાય છે. એમની કાન્ત સ્થિતિ, આઠ ગુણે, ઉત્પત્તિ સ્થિતિ ઈત્યાદિને ક્રમ અને પૂર્ણાનંદ સ્વભાવ વિચારતાં