________________
ધ્યાન - પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારના સંકલ્પ કરવા એ પણ આમાં આવે છે. રાજાની સેવા કરવી, નીચની ચાકરી ઉઠાવવી, પર્વત પર તથા શહેરમાં રખડવું વિગેરે ધનપ્રાપ્તિનાં અનેક કારણે સેવવાના સંકલ્પ આ પ્રકારમાં આવે છે. પિતાની ગયેલી સ્થિતિ પાછી પ્રાપ્ત કરવા લડાઈઓ કરવી, ટંટા જગાડવા, શત્રુને સંહાર કરવો વિગેરે અનેક કાર્યો કરવા અને તે કરવા માટે ચેજના કરવી એ સર્વને સમાવેશ આ રૌદ્રધ્યાનના પ્રકારમાં થાય છે. પિતાની જાતને વિચાર કર્યા કરે અને તેની સ્થિતિ કેમ સુધરે અથવા હેય તેવી કેમ બની રહે એ વિચાર જે સ્થળ-સાસરિક-ઐહિક સ્થિતિને અંગે હેય તે તે સર્વને સમાવેશ આ વિભાગમાં થાય છે. જરા વિચાર કરવાથી જણાશે કે–આ વિભાગને અંગે પ્રાણી બહુ દુર્ગાન કરે છે અને તેમાં ઘણે કાળ નિર્ગમન કરે છે. એને પિતાના ધનમાલની વિચારણમાં પરિગ્રહની જાળવણીના સંકલ્પમાં એ આનંદ આવે છે કે જ્યારે તે કરતે હોય છે ત્યારે પિતાની ફરજ બજાવતે હોય એમ તેને લાગ્યા કરે છે. આ રૌદ્રધ્યાન અનેક દુર્ગતિ આપનાર છે, કરતી વખત બહુ હર્ષ-આનંદ આપે તેવું વંચક છે, એનાં બાહ્ય ચિહ્નોમાં નેત્રની લાલાશ, ભ્રમરની વક્રતા, ભયં. કર આકૃતિ, કંપ ખેદ, પરસેવે વિગેરે જણાય છે, એના અંતરમાં ક્રૂરતા, કઠોરતા, નિર્દયતા, પરૂષતા આદિ હોય છે. આવા દુર્થાન તરફ પ્રાણીનું વલણ સવાભાવિક રીતે હેય છે, તે તેને શીખવવું પડતું નથી, અનાદિ અભ્યાસથી એ વિભાવ એને સ્વભાવ થઈ પડ્યો છે. આ ધ્યાનવાળા પ્રાણી પ્રાયઃ નરકગતિના ભાજન થાય છે.