________________
: ૧૮૨ :
જૈન દૃષ્ટિએ યાગ
રીતે ધ્યાનના વિભાગ પાડ્યા છે તે સામેના પૃષ્ઠ પર લખેલા પટ પરથી વિચારમાં લેવું ( જુએ પૃ. ૧૮૩). તેઓએ જે વિભાગ પાડ્યા છે તે પરથી જણાશે કે તેઓ ધ્યાનના પ્રથમ દુર્ધ્યાન અને શુદ્ધ ધ્યાન એ બે વિભાગ કરે છે. દુર્માંન ચેગનું અંગ નથી, છતાં તેના જ્ઞાનની પણ બહુ જરૂર છે, કારણ કે તેનું સ્વરૂપ જ્યાંસુધી સમજવામાં આવે નહિ ત્યાંસુધી તેનું માહાત્મ્ય પણ ચાજવામાં આવે નહિ. આ દુર્ધ્યાનમાં આ અને રાષ્ટ્ર ધ્યાનનો સમાવેશ થાય છે અને ઘણાખરા પ્રાણીઓ આ દુર્ધ્યાનમાં જ પોતાના સમય વ્યતીત કરતા હાવાથી એનુ સ્વરૂપ આપણે બહુ સંક્ષેપમાં વિચારી જઇએ. આત્ત ધ્યાનના અર્થ પીડા તરફ લક્ષે છે. એ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે અને જેમ દિગ્માહથી ઉન્મત્તતા થાય છે તેમ તેનાથી એક પ્રકારની ગાંડાઈ પ્રાપ્ત થાય છે. અગ્નિ, સર્પ, સિંહુ વિગેરેના મેળાપ, શત્રુના સમાગમ અથવા બીજા ધન અથવા પ્રાણને નાશ કરનાર પ્રસગા પ્રાપ્ત થાય અને તેના વિયેાગ માટે ચિંતવન અથવા પ્રયત્ન કે યોજના કરે તેને પ્રથમ અનિષ્ટસયેાગ આર્ત્ત ધ્યાન કહેવામાં આવે છે. પેાતાને પસદ ન આવે તેવા સંચાગા પ્રાપ્ત થતાં પ્રાણી મનમાં કેવા કેવા વિચાર કરે છે એ આપણા દરરોજના અનુભવના વિષય છે. કોઇ અનિષ્ટ વાત સાંભળવાથી, દેખવાથી અથવા જાણવાથી મનમાં જે ખેદ થયા કરે છે અને તેવી હકીકતના અથવા તેને ઉત્પન્ન કરનારને પ્રસંગ દૂર કરવા અથવા તેના સબધી કામ લેવાને અનેક પ્રકારની જે સકલના મનમાં થઇ આવે છે અને તેવી સ્થિતિમાં
આપ્તધ્યાન