________________
પ્રત્યાહાર
: ૧૭૯ ઃ આપણે અનેક પ્રસંગે જોયું છે કે ઈન્દ્રિયે પિતાના વિષ તરફ એવી જોરથી ચાલ્યા કરે છે કે ચિત્તવૃત્તિને પણ તે મલિન કરી નાખી વિષયે તરફ ખેંચી જાય છે, પરંતુ ચિત્તવૃત્તિ મજબૂત થઈ જ્યારે ધ્યેય તરફ જાય છે ત્યારે કોઈ પણ પ્રયત્ન કર્યા વગર ઇદ્રિ પણ તત્સમ્મુખ થઈ જાય છે. ચિત્તને તેટલા માટે થેયાભિમુખ કરવાની ખાસ જરૂર છે અને તે આ ગાંગમાં થાય છે. આ પ્રત્યાહારથી ઇંદ્રિયે બહુ સારી રીતે વશ થઈ જાય છે, તેને જય થાય છે અને તે અંકુશમાં આવી જાય છે. પ્રત્યાહારથી એટલી પ્રગતિ થાય છે કે વિષયમાં જે આનંદ થયે હોય છે તે દૂર થાય છે અને મનની એવી અવસ્થા દૂર થવાથી સામાન્ય રીતે તે જુદા જુદા પદાર્થ ઉપર અથવા પરિ ભાષામાં કહીએ તે ધ્યેય ઉપર સ્થિર થાય છે. ધ્યાનમાં સ્થિર થવાના પૂર્વ પગથિયા તરીકે આ પ્રત્યાહાર ઘણે ઉપયોગી છે અને સર્વ ગ્રંથકારે એની અગત્યતા સ્વીકારે છે. જ્ઞાનાવકાર કહે છે કે-ઈદ્રિયવિષયેથી નિવૃત્ત થયેલું મન સમભાવ પામે છે, ધ્યાનતંત્રમાં જોડાય છે અને પ્રાણાયામમાં જે વાગ્યે તેને પ્રાપ્ત થતું નથી તે અત્ર પ્રાપ્ત થાય છે અને તેથી છેવટે તેને આત્મામાં લય થઈ જાય છે. વળી વિશેષમાં તેઓ કહે છે કેજે મુનિ સંસારદેહભેગથી વિરક્ત હય, કષાય જેના મન્દ થયા હેય, જે વિશુદ્ધ ભાવયુક્ત હય, વીતરાગ હોય અને જિતેન્દ્રિય હોય તેવાઓએ પ્રાણાયામ કર પ્રશંસાયુક્ત નથી. મતલબ કે તે અમુક અંશે પગલિક હેવાને લીધે અને શરીરને યાતના કરાવનાર હોવાથી ઉપયોગી નથી અને કેટલીક વાર તે આર્તધ્યાન કરાવનાર થાય છે. આ દુર્ણન છે અને તેનું લક્ષણ હવે પછી વિચારવામાં આવશે તે પરથી જણાશે કે તે ત્યાગ કરવા યોગ્ય છે.