________________
* ૧૭૨
જૈન દષ્ટિએ યોગ
શોધવું, મલિન કાર્ય માટે વાયુતત્વ લેવું અને વશ કરવાના
કાર્ય માટે અગ્નિતત્ત્વ પસંદ કરવું. ડાબી વાયુસંચાર સ્વરે ય નાસિકામાં શ્વાસ ચાલે છે તેને ઈ
નાડી કહે છે, અન્યત્ર તેને ચંદ્રનાડી પણ કહે છે. એનું સ્થાન ચંદ્ર કહેવાય છે. જમણી બાજુની નાસિકામાંથી પવન ચાલે તેને પિંગલા નાડી કહે છે, અન્યત્ર તેનું નામ સૂર્ય નાડી પણ કહેવાય છે. એનું સ્થાન સૂર્ય છે. અને આજુની જમણી તથા ડાબી નાસિકામાંથી પવન સાથે ચાલે તેને સુષુણ્ણા નાડી કહે છે, એનું શિવસ્થાન છે. બારીકીથી જરા અવકન કરવામાં આવશે તે જણાશે કે આપણે નાસિકાઓ એક સ્વરમાં નિરંતર વહેતી નથી, પરંતુ વારંવાર ફર્યા કરે છે. એ શ્વાસોફાસ કેવી રીતે લેવાય છે, તેને અભ્યાસ કરવા માટે વરદયજ્ઞાનનાં પુસ્તકમાં એ સંબંધી બહુ હકીકત લખી છે. કઈ નાડી વહેતી વખતે કયું કામ કરવું, એથી કેવા પ્રકારનું ફળ થાય, ભવિષ્યન્ જ્ઞાન માટે એ નાડીઓ કેટલી ઉપયોગી છે, એનાં પૃથ્વી આદિ ચાર તો કેવા પ્રકારનાં છે, એનું શું ફળ છે વિગેરે અનેક વાતે સ્વરદયનાં ગ્રંથમાં અને કેટલાંક ગનાં પુસ્તકમાં આપવામાં આવી છે. આવી બાબતના ખાસ અનુભવી સદ્દગુરુ મળે અને તેઓને સાંપ્રદાયિક જ્ઞાન હોય તે જ આવા વિષયમાં ઉતરવું સહજ પણ ગ્ય ગણાય, નહિ તે એમાં ઉતરવાથી ઘણું નુકશાન થાય છે. એનું કારણ એ છે કેપૌગલિક બાબતમાં પડી જઈ જે મહાન હેતુથી અને વિશિષ્ટ
* સ્વરાયજ્ઞાન ચિદાનંદજીનું કરેલું છે. તેવી રીતે શિવસ્વરોદયજ્ઞાન વિગેરે બીજા સ્વરદયજ્ઞાનનાં ગ્રંથ પણ છે.