________________
નિયમ
: ૧૬૫
વૃત્તિવાળા ગૃહસ્થ મધ્યમ પાત્ર છે અને સમ્યક્ત્વમાં સંતુષ્ટ, વિરતિ વગરના પણ વિરતિના ઈચ્છક અને તીથ પ્રભાવના માટે ઉદ્યમી પ્રાણીઓ જઘન્ય પાત્ર છે. આવા પાત્રાને યથાચિત દાન આપવું, તેઓની ચોગ્ય પ્રકારે પયુ પાસના કરવી એ આ વ્રતમાં આવે છે. અપાત્ર અથવા કુપાત્રને કીર્ત્તિ માટે દાન આપવામાં આવે તેના અત્ર સમાવેશ નહિ થતાં તેની ગણના દયા-અનુકપા વગેરેમાં થાય છે.
આવી રીતે ચારે શિક્ષાત્રતાની વિચારણા ઉપરથી જણાયું હશે કે એનાથી ગુણુપ્રાપ્તિ ઉપર લક્ષ્ય રહે છે, મૂળ ણુનું પાષણ થાય છે અને ધીમે ધીમે તે ગુણા પ્રાપ્ત કરવા તરફ ભાવ થાય છે. ગુણુ તરફ લક્ષ્ય રખાવનાર, ગુણને પાષનાર અને ગુણુમાં વધારા કરાવનાર આ શિક્ષાવ્રતા પણ બહુ ઉપયોગી છે.
આ ખાર ત્રતાના અતિચાર અને તેનું સૂક્ષ્મ સ્વરૂપ અતિ વિસ્તારથી જૈન કથારત્નકાશના ચોથા ભાગમાં અથીપિકા નામની શ્રાવક પ્રતિક્રમણુસૂત્ર(વંદિત્તુ)ની ટીકામાં અને બાર વ્રતની ટીપમાં છપાઈ ગયાં છે તે વાંચવા ખાસ ભલામણ છે. અત્ર તે શ્રાદ્ધગુણને અંગે નિયમ નામના ચેગના બીજા અંગને કેવી રીતે પોષે છે તે બતાવવા સારુ તેનું સામાન્ય દિગ્દશન કરાયુ છે. સાધુઓને માટે પાંચ મહાવ્રતમાં આ સર્વના સમાવેશ થાય છે અને તેથી તેને માટે ગુણુવ્રત અને શિક્ષાવ્રતની વિક્ષા જુદી કરવામાં આવતી નથી એ વાત ઉપર જણાવી છે. આ ચેગના બીજા અંગને માટે ખાસ વિવેચન કરવાનું કારણ એટલું છે કે મન જ્યારે ઉદાત્ત અવસ્થામાં આવેલ હાય છે તે વખતે તેને ચાક્કસ માગ પર વાળવાની