________________
,
૧૬૪ :
જેન દષ્ટિએ યોગ ચેથા અતિથિવિભાગ નામના શિક્ષાવ્રતમાં અતિથિને આદર કરી તેમને આહાર, વસતિ, પાત્ર તથા વચ્ચેનું દાન કરવામાં આવે છે. ગુણવાન પ્રાણીઓનું અનેક પ્રકારે આતિથ્ય કરવું, તેમને બહુમાન આપવું, તેમની પ પાસના કરવી એ તેઓના ગુણોની કિંમત જાણવા જેવું છે અને ગુણની કિમત જાણે છે તે તેને આદરવાની ભાવના રાખી શકે છે, પરિણામે ગુણપ્રાપ્તિની સમીપ જઈ શકે છે અને પોતે પણ ઉચ્ચ સ્થિતિએ પહોંચવાને યોગ્ય થાય છે. આને માટે પૌષધને પારણે અતિથિને આમંત્રી તેઓને અર્પણ કરવામાં આવે તે વસ્તુઓને જ ઉપવેગ કરે એ આ વ્રતને એક વિધિ છે. સામાન્ય રીતે અતિથિને એટલે વિશિષ્ટ વિરતિભાવ ધારણ કરનાર સાધુપુરુષોને ધર્મ સાધનની વસ્તુઓ પૂરી પાડવામાં, તેઓની સંભાળ રાખવામાં અને ધર્મબંધુઓ ઉપર વાત્સલ્યભાવ રાખવામાં આ વ્રતને સમાવેશ થાય છે. સુપાત્રને દાન આપતાં પહેલાં પાત્ર કેને કહેવા તે સમજવા ગ્ય છે. ત્યાં અષ્ટ પ્રવચનમાતારૂપ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને ધારણ કરનાર, પંચ મહાવ્રત પાળનાર, ઉપસર્ગ પરિષહની સેનાને જીતવામાં સુભટ સમાન, સ્વશરીર ઉપર પણ મમતા વગરના, ધર્મોપકરણ સિવાય અન્ય વસ્તુને ત્યાગ કરનારા, ધર્મના સાધન તરીકે શરીરને સમજનારા અને તેટલા સારુ જ તેને અનેક દોષરહિત આહારથી જ્ઞાનાદિની વૃદ્ધિ માટે જરૂર પૂરતું પોષણ આપનાર, નવરાપ્તિ સહિત બ્રહ્મચર્ય પાળનારા, પૃહા વગરના, માનાપમાન લાભ લાભ સુખદુઃખમાં સમવૃત્તિવાળા સાધુએ ઉત્તમ પાત્ર છે દેશથી ત્યાગ કરનાર, વ્રતધારી અને સર્વવિરતિ આદરવાની