________________
સમતાયાગ
૧૧૫ :
પડતા હાય છે તે સર્વ મટી જઈ પેાતાને સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે અને તેને અન્ય પ્રાણીની કે પુદ્ગલની ગરજ પડતી નથી. અહીં તાત્પર્ય એમ નથી કે-એ સર્વ પુદ્ગલસ બંધ છેાડી કે છે, પણ વાત એમ છે કે-પુગલ ઉપર ગૃદ્ધિ ન હેાવાથી અને આશીભાવના ત્યાગ થવાથી તેને પૂર્ણ સ્વતતંત્રતા, સ્વવશતા, આત્માયત્તતા પ્રાપ્ત થાય છે. આ ધ્યાનયેાગના બીજા ફળ તરીકે અતઃકરણના પરિણામનું નિશ્ચળપણ. પ્રાપ્ત થાય છે. અત્યાર સુધી જે મન ડામાડોળ ફર્યાં કરતું હતું, મનના ઘોડા દોડ્યા કરતા હતા તે હવે બધ થઈ જાય છે, અને ચિત્તની શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત થાય છે, કારણ કે એકાગ્રતા, એ યાનના ખાસ વિષય છે અને એકાગ્રતાને પરિણામે ચિત્તની નિશ્રળતા થાય છે. એ ધ્યાનચેગનું ત્રીજું ફળ. અનુબંધના વ્યચ્છેદ થાય છે એટલે સ`સારને વધારનાર કર્માંના ગ્રહણના તેથી અંત આવે છે. જ્યાંસુધી ધ્યાનચેગ રહે છે ત્યાંસુધી બહુ ઉચ્ચ દશા વર્તે છે અને કર્મની નિર્જરા થાય છે અને તેથી વિચારણા એવી સુંદર થાય છે કે-કર્માંર્જન થાય એવી સ્થિતિથી દૂર રહેવાના નિશ્ચય થઈ જાય છે. આટલા માટે શાસ્ત્રકાર અપાયવિચય અને વિપાકવિચય ધ્યાને જેનું સ્વરૂપ હવે પછી વિસ્તારથી વિચારવામાં આવશે તે બતાવે છે. તેથી ઇંદ્રિય, આશ્રવ, દંડ વિગેરેના અનર્થાંનું સ્વરૂપ ચિંતવું, તેનાં ફળ વિચારવાં—એથી ઉપર જણાવેલી સ્થિતિ સ્વતઃ પ્રાપ્ત થાય છે, તેની અસર પણ સારી થાય છે અને પાપથી નિવૃત્તિ રહ્યા કરે છે, ૪. સમતાયાગ.
વ્યાવહારિક દૃષ્ટિથી અમુક વસ્તુ đષ્ટ અને અમુક