________________
૧ ૧૦૮ :
જૈન દષ્ટિએ યોગ આગળ અલેકમાં માત્ર એક આકાશ કવ્ય જ છે. જીવ અને પુગળનું ચૌદ રાજલક નાટ્યસ્થાન છે, રંગભૂમિ છે. એમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રાણ ને પુગળ ભમ્યા કરે છે. નારકસ્થાનેમાં મહાદુઃખ છે, સુરાલયમાં બહુ સુખ છે, એમાં અનેક પ્રકારના રંગ નિરંતર જામ્યા કરે છે, લેકમાં મહાઅધમ પ્રાણીઓ અને ઉગ્ર ધ્યાન કરનાર મહાત્માએ સર્વ હોય છે અને જેટલી જાતનાં આનંદ અને દુઃખ પ્રાણી જાણ, અનુભવી કે કલ્પી શકે એ સર્વ તેમાં હોય છે. મનુષ્યલેકમાં તિર્યંચ ને મનુષ્ય હોય છે. નારકભૂમિમાં નારકી જીવે અને અસુરે હોય છે. ઉપર દેવકમાં સુરે આનંદ કરે છે. સર્વ કર્મ રહિત પ્રાણી થાય છે ત્યારે સિદ્ધશિલા પર જઈ અનંત આનંદમાં અનંત કાળ નિવાસ કરે છે. અનેક પ્રકારના અનુભવનું સ્થાન આ ચોદ રાજપ્રમાણ ઊંચે લેક છે, તે અનેક પ્રકારના વિચારનું સ્થાન પૂરું પાડે છે. એના સ્વરૂપને, એમાં રહેલા પ્રાણી અને બીજા પ્રત્યેના સ્વરૂપને, તેઓના અનેક સ્થળ અને તિરહિત ભાવને વિચારતાં આખી વિશ્વવ્યવસ્થાનું ભાન થાય છે, એને અકૃત્રિમ ભાવ સ્પષ્ટ થાય છે અને એનું અનાદિ અનંત સ્વરૂપ ઝળકે છે. એ પર અનેક પ્રકારની વિચારણા આ ભાવનામાં થાય છે અને સંસાર અઘટ્ટ પર ખરેખર ખેદ આવે છે, અવલોકન વિશાળ થાય છે અને વિશાળ વિશ્વમાં પિતાનું સ્થાન કર્યું છે અને કેવા સ્થાનને પ્રાપ્ત કરવાની પિતામાં શક્તિ છે તેને ખરે ખ્યાલ આવે છે.
અગિયારમી બોધિ ભાવનામાં પ્રાણી વિચારે છે કે નિદમાંથી નીકળીને ઊંચા આવવું તે પ્રથમ તે પ્રાણીને બહુ