________________
૧ ૧૦૨ :
જેન દષ્ટિએ વેગ તેને સાધારણ રીતે પિષણ થાય તેટલા પૂરતું ખાનપાન આપવું, પણ તેના પર મમત્વ કરી, તેની ખાતર અભક્ષ્ય ભક્ષણ કરી કે અપેયનું પાન કરી સંસાર વધારે એ અયોગ્ય છે. ખાવાના પદાર્થની શોધમાં, તેને સમારવામાં, તૈયારીમાં, પરીક્ષામાં અને ખાવામાં કાળક્ષેપ કરી શરીરપષણા કરવી અને મનુષ્યભવને અત્યંત અગત્યને વખત આવી ક્ષુલ્લક બાબતમાં ગાળે તે અત્યંત નાપસંદ કરવા યોગ્ય છે. આ બાબતમાં ભૂલ કરનાર ઘણું પ્રાણીઓ જેવામાં આવે છે. શરીરની અશુચિની આવી અનેક રીતે વિચારણું કરી, તેમાં રહેલ બીભત્સતા યાદ લાવી તેના પર રાગ દૂર કરવાની ભાવના અગત્યને ભાગ ભજવે છે.
સાતમી આશ્રવ ભાવના પ્રાણીને દ્રવ્યાનુયોગના એક અતિ અગત્યના વિભાગમાં પ્રવેશ કરાવે છે. પ્રાણી અનેક પ્રકારે કર્મ
બંધ કરી પોતાની જાતને ભારે કરે છે ૭. આશ્રવ બાવના અને સંસારમાં રખડે છે. આ આશ્રવરૂપ
ગરનાળા'ના સ્વરૂપને જાણવાની ખાસ જરૂર છે અને તેને ઓળખવાથી કર્મપ્રણાલિકા કેવી મજબૂત છે અને તે કેવી રીતે પ્રાણીને ત્રાસ આપે છે તેને ખ્યાલ આવે છે. ત્યાં પાંચ ઇદ્ધિ અનેક પ્રકારના વિષયોની લાલચ બતાવી પ્રાણીનું સંસારમાં આકર્ષણ કરે છે, પરભાવમાં રખડાવે છે અને નિજ ભાવથી દૂર કરે છે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શ્રવણ આ પાંચ ઇન્દ્રિયે પિતાનું કામ બહુ જોરથી કર્યા કરે છે. એને વશ પડ્યા પછી ઉપર આવવું બહુ મુશ્કેલ થઈ પડે છે. તેવી જ રીતે જીવવધ, અસત્ય વચને રચાર, પરવસ્તુ લઈ લેવાની બુદ્ધિ, સરમણ અને ધન ધાન્યાદિ ઉપર સ્વયપણાની બુદ્ધિ