________________
અધ્યાત્મયોગ
: ૮૫: અનુક્રમ પ્રમાણે ચારિત્રના ભેદે પ્રાપ્ત થાય છે અને ભૂમિકા પ્રમાણે ઉન્નતિમાં વધારે થતું જાય છે અને કમસર પ્રગતિ થતી જાય છે. રોગનું સ્વરૂપ સમજવા માટે યોગના કેટલાક વિભાગો પાડી તેનું સ્વરૂપ બતાવવા ગવિજ્ઞાનીઓએ પ્રયાસ કર્યો છે તેના જુદી જુદી રીતે પડેલા ભેદ પર આપણે હવે વિચાર કરીએ. ત્યાં ખાસ કરીને સમ્યમ્ શ્રદ્ધા અને બોધ થયા પછી દેશથી અથવા સર્વથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે તે ચેગને અંગે બહુ અગત્યની છે. ચારિત્રના જેટલા લે છે તે એક દૃષ્ટિએ ગના ભેદે છે એમ સમજી લેવું. સદરહુ ચારિત્રની ભિન્નતાનાં કારણ બીજા દષ્ટિબિન્દુથી જોતાં વેગના પાંચ વિભાગ કરવામાં આવ્યા છે તે આપણે વિચારીએ. તે પાંચ ભેદ આ પ્રમાણે છેઃ અધ્યામ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષય,
૧. અધ્યાત્મ વેગ વૃત્તિયુક્ત પ્રાણું ઔચિત્ય જાળવીને મૈગ્યાદિ ભાવ સંયુક્ત શિષ્ટવચનાનુસાર તત્વચિંતવન કરે તે ચિંતવનને રોગીઓ અધ્યાત્મ કહે છે. અધ્યાત્મ સંબંધી ઘણી જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવે છે, આ લેખકે તેના સંબંધમાં અધ્યાત્મકલ્પદ્રુમના ઉદ્દઘાતમાં એક લેખ લખ્યો છે, પરંતુ અધ્યાત્મ શબ્દની જે વ્યાખ્યા અહીં આપવામાં આવી છે તે કંઈક નૂતન છે. એ વ્યાખ્યા શ્રીમાન યશોવિજયજી મહારાજે ગભેદકાત્રિશિકામાં આપી છે. તેના દરેકેદરેક
- * ઠા. દ્વા. અઢારમી બત્રીશી-બ્લેક ૨.