________________
: ૭૮ :
જૈન દૃષ્ટિએ વેગ જરૂર છે. જ્યાં સુધી અંતઃકરણપૂર્વક અંતરંગ દૃષ્ટિથી વિશિષ્ટ પ્રવૃત્તિ કરવામાં આવતી નથી ત્યાં સુધી ગભૂમિકા પ્રાપ્ત થાય એ અસંભવિત છે. મહાન ધર્મની બાબતમાં પણ બની અ૫તા હોય અને મોટી મોટી ક્રિયાઓ કે તેના આડંબરે કરવામાં આવે તે તેથી લાભ થતું નથી એટલું જ નહિ પણ તે સર્વ ક્રિયાઓ વિપરીત ફળ આપનાર થાય છે. ક્રિયા મટી છે તેથી ખેંચાઈ જવાનું નથી, તે ક્રિયાથી લાભ પ્રાપ્ત કરવા કેવા વિચાર ઉરચારની સાથે જરૂર રહેલી છે એ ખાસ વિચા૨વા ગ્ય છે અને એને અંગે લક્ષ્યમાં રાખવાની ખાસ હકીક્ત એ છે. કાચારને અનુસરવાને બદલે અંતરંગ વૃત્તિ ભેદાય તેના ઉપર બહુ આધાર રહે છે. આથી આ લેકપંક્તિને સમજવાની બહુ જરૂર છે.
બાહ્ય લેપંક્તિ-ચગાભાસ બાહા દષ્ટિથી લેકપંક્તિ અનુસાર દાન, સંભાષણ, સન્માન વિગેરે શુભ ફળ આપે છે પણ જે વિશિષ્ટ ધર્મપ્રાપ્તિના હેતુથી તે ક્રિયાઓ કરવામાં આવે છે તે હેતુ તેથી જરા પણ સિદ્ધ થતું નથી. મતલબ, જેમ કેટલીક વખત ધનપ્રાપ્તિ માટે કલેશ કરવામાં આવે છે પણ યથાયોગ્ય પ્રવૃત્તિના અભાવે કલેશને પરિણામે પણ ધનની પ્રાપ્તિ થતી નથી પણ કલેશ થાય છે, તેમ લેકપંક્તિ અનુસાર બાહ્ય ક્રિયા કરવાથી પુણ્ય પ્રાપ્તિ થાય છે પણ ગદષ્ટિએ મનકામના અધમ-પૌગલિક હેવાથી નિયાણ વાળા સાધુઓની સંયમક્રિયા માફક ધર્મપ્રાપ્તિ જરા પણ થતી નથી, તેથી જેની પ્રાપ્તિને અંગે એ ક્રિયાઓ કરવામાં