________________
કાનનાદષ્ટિ
: ૬૫ ઃ નથી. મીમાંસા ભાવને લીધે એને સર્વદા મેહ વર્તતે નથી અને માયા મમતા આ ચેતનને સંસારમાં રખડાવનાર, ફસાવનાર અને ભૂલે પાડનાર છે એમ સમજે છે તેથી તે તેને અસર કરતા નથી અને કદિ કરે છે તે બહુ ઓછી અસર કરે છે, તેથી આ દૃષ્ટિમાં આવ્યા પછી આત્મિક ઉન્નતિ બહુ સારી થઈ જાય છે અને ચેતન આગળ આગળ વિકાસ પામતે જાય છે. અહીં ભવઉઠેગ બહુ સારી રીતે થઈ જાય છે અને સંસાર પરને રાગ લગભગ નાશ પામી જવાની સ્થિતિ પર આવી જાય છે. માયા મમતા કેવી રીતે પ્રાણુને હેરાન કરે છે તે શ્રી આનંદઘનજીનાં પદમાં અને તે પરનાં વિવેચનમાં વારંવાર જોવામાં આવશે, કારણ કે એનું વર્ણન કરવામાં શ્રી આનંદઘનજી મહારાજે પોતાની શક્તિને વારંવાર ઉપયોગ કર્યો છે અને તેને તસ્વરૂપે બતાવવા અન્યત્ર પ્રયાસ કર્યો છે તેથી તે પર વિવેચન કરવા ન રોકાતાં અત્ર એટલું જ બતાવીએ છીએ કે તે માયા મમતા ઉપર આ પ્રાણીને અહીં અંતઃકરણપૂર્વક વિરાગ ઉત્પન્ન થાય છે. શ્રતધર્મમાં આ દશામાં વર્તતા પ્રાણીનું મન બહુ આસક્ત રહે છે તે બતાવવા ઉપર હદયવલ્લભ સ્ત્રીનું દૃષ્ટાંત આપ્યું છે, તે ઉપરાંત શ્રી આનંદઘનજી મહારાજે પંચાણુંમા પદમાં ઘણાં દષ્ટાંત આપ્યાં છે તે સર્વ વિચારવાં. આવી રીતે કૃતધર્મ ઉપર આક્ષેપક ચિત્તવૃત્તિવાળા સદષ્ટિમાન ચેતન આ કાન્તા દષ્ટિમાં રહી બહુ સારી રીતે પ્રગતિ કરે છે અને સાધ્ય પ્રાપ્તિનાં સાધનને બહુ સારી રીતે લાભ લે છે. એનાં કર્મની પ્રચુરતા ધીમે ધીમે ઘટતી જાય છે. કારણ આવી