________________
૪૨
ઔપાયિક કર્મ જ છે. કર્મ બિલકુલ હટી જવાથી પણ જીવ અને ઈશ્વરમાં જે વિષમતા રહેતી હોય તે તે મુક્તિને કંઈ અર્થ જ નથી. માટે કર્મવાદને માન્ય રાખનારે તે કર્મવાદ અનુસારે માનવું જ જોઈએ કે જીવ અને ઈશ્વરમાં વિષમતાની સીમા કર્મસંબધ સુધીની જ હોઈ, ઈશ્વર અને સાંસારિક પ્રાણીઓમાં, સમગ્ર સંસારી પ્રાણીઓની વિચિત્રતામાં, તથા વળી એક જ સંસારી પ્રાણમાં પણ ભિન્ન ભિન્ન સમયે બાહી અને આંતરિક પર્યાની ઉત્પત્તિ અને વિનાશરૂપ અવસ્થામાં જે ભિન્નતા જોવામાં આવે છે, તે ભિન્નતાનું કારણ જીવન વિવિધ પ્રકારે થતા પ્રયત્નજન્ય કર્મને ઉપશમ, ઉપશમ, ઔદાયિક અને ક્ષાયિકભાવ છે. એટલે જીવની દરેક અવસ્થા પોત પોતાના જ પ્રયત્નજન્ય અને અન્ય કેઈની પણ પ્રેરણાના આલંબન રહિત જ છે.
કર્મથી સર્વથા મુક્ત બની પરમાત્મા યા ઈશ્વરપણું પ્રાપ્ત કરનાર જીવમાં પણ વિવિધ હાનિવૃદ્ધિરૂપ જે અગુરૂલઘુપર્યાય વતે છે, તે હાનિવૃદ્ધિ પણ, તે તે પર્યાયને ધારણ કરનાર તે તે મુક્તજીના જ પ્રયત્નજન્ય હોય છે. કેઈ વિવક્ષિત મુક્તજીવના તે અગુરુલઘુ પર્યાયમાં કેઈ અન્ય મુકતજીવનો પ્રયત્ન નહિ વર્તતાં તે જ મુક્તજીવનો પ્રયત્ન તેમાં વર્તતે હોય છે. સંસારી જેમાં વર્તતા પર્યા તથા યુદ્ગલદ્રવ્યના પ્રાયોગિક (પ્રયત્નજન્ય) પર્યાયે તે સંસારી જીવાના જ પ્રયત્નજન્ય હોય છે. પુગલદ્રવ્યના વિકાલિક સર્વ પર્યાની ઉત્પત્તિ અને વિનાશમાં વર્તતે પ્રયાગ તે