________________
(૨૯૮
ચેથાપાયાના ધ્યાનવાળા આત્માને રૂપાતીતપણાનું સ્થાન હેવાથી ગૌણતાએ શુકલધ્યાન સ્વરૂપ છે. અર્થાત્ રૂપાતીત ધર્મધ્યાન તે મુખ્યતાએ ધર્મધ્યાન છે, અને ગૌણતાએ શુકલધ્યાન છે.
અપ્રમત્ત ગુણસ્થાનમાં વ્યવહારકિયારૂપ આવશ્યકાદિ અનુષ્ઠાને હોતાં નથી, તે પણ સતત-નિરન્તરપણે ઉત્તમ ધ્યાનને વેગથી સ્વાભાવિક આત્મશુદ્ધિ થતી જ જાય છે. અર્થાત્ અહિં ઉત્તમ આત્મસ્વરૂપ યાનને સદૂભાવ હોવાથી સ્વાભાવિક એટલે તે ધ્યાનની સાથે જ ઉત્પન્ન થયેલી અને સંકલ્પવિકલ્પની પરંપરાના અભાવથી આત્માના એક સ્વભાવરૂપ નિર્મલતા હોય છે. માટે અહી કેઈપણ જાતના આલંબન વિનાનું નિરાલંબન ધ્યાન જ હોય છે
નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ કરનાર વેગીઓ ત્રણ પ્રકારના હોય છે. (૧) પ્રારંભક ગી (૨) તનિગી , અને (૩) નિષ્પન્નયેગી.
શાસ્ત્રમાં કહ્યું છે કે–સમ્યકૃપ્રકારનો સ્વાભાવિક વિરતિપરિણામ અથવા સાંસગિક વિરતિ પરિણામ પામીને વાંદરા સરખી ચપલ ચાલવાળા મનને રોકવા માટે કેઈપણ સ્થાને એકાન્તમાં બેઠેલા, તથા હંમેશાં નાસિકાની અણી ઉપર દ્રઢ રીતે સ્થાપેલી દ્રષ્ટિવાળા, તથા ધીરતાપૂર્વક ધીરાસન કરીને રહેલા અને નિશ્ચલ થયેલા એવા જે એગીએ વિધિપૂર્વક સમાધિનો આરંભ કરે છે, તે “આરંભક ગી કહેવાય છે.