________________
૨૮૧
પ્રવૃત્તિ તે વ્યવહાર ચારિત્ર છે. સ્વભાવરમણતા તે ભાવચારિત્ર-નિશ્ચયચારિત્ર છે. ભાવચારિત્ર તે વ્યવહાર ચારિત્રનું
કોધ, માન, માયા અને લેભને એટલે જેટલે અંશે નાશ થાય, તેટલા તેટલા અ શે ભાવચારિત્ર સમજવું. અને તે દોષને નાશ કરવા માટે થતે જે બાહ્યપ્રયત્ન તે દ્રવ્યચારિત્ર છે. કારણરૂપ ચારિત્રને દ્રવ્યચારિત્ર, અને ફળરૂપ ચારિત્રને ભાવચારિત્ર કહેવાય છે. ભાવચારિત્ર તે ઉપશમ-ક્ષપશમ અને ક્ષાયિકરૂપ છે. એ ત્રણની પ્રાપ્તિ માટે જે જે પ્રયત્ન કરાય તે દ્રવ્યચારિત્ર છે. દ્રવ્યચારિત્રના પાલનરૂપ કારણોમાં વતી, ભાવચારિત્રને પ્રાપ્ત કરવાના પુરૂષાથી બનવું એ જ સાચે ધ્યાનમાં છે. માત્ર પદ્માસન લગાવીને આંખ મીંચવામાં કે અર્ધનિમિલિત નેત્રે રાખવાથી ધ્યાન આવી જતું નથી, તે ખાસ સમજવું જરૂરી છે. ધ્યાનના વાસ્તવિક સ્વરૂપથી અનભિજ્ઞ છે તે પદ્માસન લગાવીને બેસે કે એકાગ્ર બની રહે, તેટલા માત્રથી શુદ્ધો પગની પ્રાપ્તિરૂ૫ આત્મહિત સાધી શકતા નથી.
આત્મજ્ઞાન–વૈરાગ્ય વિનાના છે, બાહ્યકર્ણ કે પ્રાણાયામ આદિથી કેઈક સિદ્ધિ મેળવી, પોતાને ગી–ધ્યાની કહેવરાવવા છતા, તે સિદ્ધિઓ તેમના આત્મશ્રેય માટે થતી નથી. કારણ કે આત્મજ્ઞાન વિનાના છ ક્રોધી બની, એવી કેઈ સિદ્ધિદ્વારા અન્યનું અનર્થ પણ કરી બેસે છે. અને