________________
૨૩૩
દર્શનમોહનીયનો ઉપશમ થવા રૂપ પુરૂષાર્થ વતે છે. અને પછી દર્શનમેહનીયન ક્ષપશમ થવા વડે ધીમે ધીમે તેને ક્ષય થાય છે. દર્શનમેહનીય ક્ષય થયા પછી ચારિત્ર મેહનીયનો પણ ક્ષય અ૮૫ ટાઈમમાં જ થાય છે. અને એ અને પ્રકારના મહનીયકર્મનો ક્ષય થઈ ગયા બાદ અંતમુહૂર્ત જેટલા અતિ અલ્પ ટાઈમમાં જશેષ ત્રણ ઘાતી કર્મોને ક્ષય થઈ જ જાય છે મેહનીય કર્મના ક્ષપશમ સમયે શેષ ત્રણ ઘાતી કર્મોને પણ શપશમ થવારૂપ કાર્ય તે ચાલુ જ હોય છે. ચાર ઘાતી કર્મને ક્ષય થયા પછી જીવ કૃતકૃત્ય બને છે. તેની આત્મતિ સકલ કાલેકમાં પ્રસરી જાય છે સર્વ રૂપી–અરૂપી પદાર્થના વિકાલિક પર્યાને તે અ જલીમાં રહેલા જળની પેઠે સ્પષ્ટ જાણી શકે છે. ત્યારબાદ તે શેષ ચાર આઘાતી કર્મો કેવળ ભપગ્રાહી રૂપે વર્તતાં હિંઈ ધીમે ધીમે આત્મપ્રદેશથી તે સ્વયં અલગ બની જાય છે. એટલે આત્મા અજર-અમર સ્થાનને પ્રાપ્ત કરે છે. શાશ્વત સુખને ભોક્તા બને છે. જન્મ અને મરણ રહિત થાય છે. તે આત્માની શુદ્ધ સ્વાભાવિક દશારૂપ ભવિતવ્યતાની પ્રાપ્તિ છે.