________________
૧૩૧
વિષયને રાગ અને કષાયની પ્રચુરતા, એ અશુદ્ધ ઉપયોગ, તે અશુદ્ધ અત્યંતર પુરૂષાર્થ સ્વરૂપ છે.
હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ અને પરિગ્રહમાં વર્તતી બાહ્ય પ્રવૃત્તિ, તે અશુભ બાહ્યપુરૂષાર્થ છે.
દાન, શીયલ, તપ અને ભાવમાં વર્તતી બાહ્યપ્રવૃત્તિ, તે શુભ બાહ્ય પુરૂષાર્થ છે.
પહેલા અને છેલ્લા પુરૂષાર્થમાં બાહ્ય અને અત્યંતરની સમાનતા છે, જ્યારે બીજા અને ત્રીજા પ્રકારના પુરૂષાર્થમાં બાહ્ય અને અત્યંતરની વિષમતા છે.
ઉપર કહેવાઈ ગયું તેમ રોગ તે બાહ્ય પુરૂષાર્થ સ્વરૂપ છે, અને ઉપયોગ તે અત્યંતર પુરૂષાર્થ સ્વરૂપ છે.
જૈનશાસનમાં ગની શુદ્ધિ માટે જેટલે ભાર મૂકવામાં આવેલ છે, તેનાથી પણ વધુ પ્રમાણમાં ભાર, ઉપગની શુદ્ધિ ઉપર આપવામાં આવેલ છે.
એકલે એગમાં ધર્મ હોય, એટલે કે પ્રવૃત્તિમાં ધર્મ હેય પણ ઉપગમાં અર્થાત્ પરિણતિમાં ધર્મ ન હોય તે, યેગને ધર્મ અમુક સમય પુરતું સાંસારિક-ભૌતિક સુખ આપે છે. પરંતુ સંસાર પરિભ્રમણનો અંત લાવતો નથી.
યેગના ધર્મની સાથે જે ઉપગમાં પણ ધર્મ હોય તે, બાહ્ય સુખ તે મળે છે, પણ તે પ્રાસંગિક હોય છે. ખરેખર તે સંસારનું પરિભ્રમણ ઘટે છે, અને અંત આવતાં મોક્ષસુખ મળે છે. એ જ ધર્મનું મુખ્ય ફળ છે.