________________
૨૧૨
તાપની પરવા કર્યા વિના સતત પરિશ્રમ ઉઠાવવા છતાં પણ માંડ માંડ સૂકે રેટ મેળવે છે. જ્યારે દિનરાત આરામ કરનાર કોઈ કોઈ વ્યક્તિને સામાન્ય પ્રયત્ન પણ લાખની કમાણી મળી જાય અગર લેટરીનું ઈનામ પણ પ્રાપ્ત થઈ જાય છે. માટે જે પુરૂષાર્થની જ પ્રધાનતા હેાત તે પુરૂષાથી સુખી બની રહેવું જોઈએ. અગર અલ્પપુરૂષાર્થ ઈચ્છિત પ્રાપ્તિમાં અલ્પતા અને વધુ પુરૂષાર્થે ઈચ્છિત પ્રાપ્તિમાં વિશેષતા હેવી જોઈએ. પરંતુ તે પ્રમાણે સર્વત્ર એકાંત કદાપી દેવામાં આવતું નથી. માટુ પ્રારબ્ધ જ બળવાન છે. નહિ કે પુરૂષાર્થ. અર્થાત્ પુરૂષાર્થની સફલતા પ્રારબ્ધને જ આધીન છે.
પ્રારબ્ધના ભરેસે બેસી રહેવા નહિ ઈચ્છનાર કહે છે કે, પ્રારબ્ધથી જ જે સુખ પ્રાપ્તિ થઈ જતી હોય તે માણસે હાથ–પગ હલાવ્યા વિના ઓઢીને સૂઈ જવું. ઘરમાં પૈસે, અનાજ, કપડાં વગેરે બધું સ્વયં આવી જશે. અરે ! મેંમાં કેબિયે પણ એની મેળે આવી પડશે. પરંતુ પુરૂષાર્થ કર્યા વિના તે બધું સ્વયં બની રહેતું જગતમાં ક્યાંય પણ જોવામાં આવતું નથી. માટે પુરૂષાર્થ જ બળવાન છે. નહિં કે પ્રારબ્ધ. અર્થાત્ પ્રારબ્ધની સફલતા પુરૂષાર્થને જ આભારી છે. અહિં પુરૂષાર્થની પ્રધાનતા કહેનારની દ્રષ્ટિમાં પુરૂષાર્થ માત્ર તેને જ માનવામાં આવે છે કે, પ્રારબ્ધ પ્રાપ્તિ સમયે જીવની મન–વચન-કાયા વડે થતી વ્યાવહારિક પ્રવૃત્તિ. પ્રારબ્ધ પ્રાપ્તિમાં આ સિવાય અન્ય કે પુરૂષાર્થ તેની દ્રષ્ટિમાં હેતે નથી.