________________
૨૦૫
રેહ, આવર્જિકરણ, સમુદ્રઘાત, શૈલેશિકરણ, ઈત્યાદિ પૂર્વકર્મ હોવાં જોઈએ. ઉપરોક્ત રીતની આત્મશુદ્ધિ અચરમાવર્તન કાળમાં તે હોઈ શકતી જ નથી, પણ ચરમાવર્તાકાળે તે મોક્ષપ્રાપ્તિ માટેના સમ્યગ દર્શનાદિ પૂર્વકૃત્ય હોવાં જ જોઈએ. આ પૂર્વકૃત્ય પણ કેઈને પૂર્વભવથી કુમશઃ ચાલ્યાં આવે છે, અને કેઈને તે જ ભવમાં મુક્તિગમનના નજીકના પૂર્વસમયના પણ હોય છે. ઉપરોક્ત પૂર્વક પણ આત્મવીર્ય ફેરવવારૂપ ઉદ્યમ વિના થઈ શકતાં નથી. એટલે ઉદ્યમ યા પુરૂષાર્થ પણ મેક્ષપ્રાપ્તિનું જરૂરી કારણ છે.
આ રીતે મોક્ષપ્રાપ્તિ તે પાંચ સમવાય કારણોથી જ થાય છે. મોક્ષપ્રાપ્તિરૂપ કાર્યસિદ્ધિ જેમ ઉપરોકત પાંચે કારણેના મળવાથી જ થાય છે, તેમ બીજાં વ્યાવહારિક કાર્યો પણ પાંચ કારણે મળવાથી જ થાય છે. તે ઘડાના દષ્ટાંતે નીચે મુજબ સમજવું.
ઘટોત્પત્તિરૂપ કાર્યમાં જે કાળે અથવા જેટલે કાળે ઘટ તૈયાર થાય તે કાળકારણ, માટીમાં ઘટોત્પતિનો સ્વભાવ છે, તે જ માટીને ઘટ બને છે. વાયુમાં ઘટ બનવાને સ્વભાવ નથી તેથી બનતું નથી. માટે સ્વભાવકારણ પણ ત્યાં છે. તથા પ્રથમ દંડભ્રમણાદિ કિયાઓ વિના ઘટાકાર ન બને, માટે તે રૂપ પૂર્વકિયા કારણ પણ ત્યાં છે. વળી પૂર્વ ક્રિયાઓ કરવામાં કુંભાર ઉદ્યમાન થાય તે જ માટી લવાય અને દંડ ભ્રમણાદિ કિયાઓ થવાપૂર્વક ઘટ બને. પણ જે બેઠો રહે તે કંઈ પણ ન બને.