________________
દ્રષ્ટિ દોષના કારણે ક્ષતિ રહેવા પામી હોય અગર કંઈ વિપરીત લખાઈ ગયું હોય તે બદલ ક્ષમાપના ચાહું છું.
પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ભુવનતિલક સૂરીશ્વરજી મહારાજ સાહેબે મારી ઉપર કૃપા કરી, આ પુસ્તકમાં લેખિત વિષયની સ પૂર્ણ માહિતીને સંક્ષેપમાં – ગાગરમાં સાગરની જેમ દર્શાવતી, આ પુસ્તકની પ્રથમવૃત્તિની પ્રસ્તાવના (પ્રાફિકથન) લખી આપેલ, તે જ પ્રસ્તાવના આ દ્વીતિયાવૃત્તિમાં છાપી છે. હાલે તો સ્વર્ગસ્થ બની રહેલ આ પૂજ્યશ્રીને આભાર હું કેમ ભૂલી શકું?
પુસ્તક છપાઈનું કામ, અમદાવાદમાં કરાવાતું હોઈ પ્રેસ અંગેના દરેક કામમાં અને પુસ્તકની વ્યવસ્થા કરવામાં દરેક વખતે, હાલે અમદાવાદ રહેતા વાવનિવાસી લહેરચંદ અમીચ દે મને ખૂબ જ સહાય કરી છે, અને કરી રહ્યા છે, તે બદલ તેમને ખાસ આભાર માનું છું. આમ આ પુસ્તકના પ્રકાશન કાર્યમાં વિવિધ રીતે પ્રત્યક્ષ કે પક્ષપણે જેઓની મને સહાય મળી છે, એ સૌને હું ઋણી છું.
ભગવાન શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપિત, આ પુસ્તકમાં દર્શાવેલ તાત્વિક વિષયને મનન–ચિંતનપૂર્વક વાંચી-વિચારી, જૈનશાસનના અવિહડ શ્રદ્ધાળુ બની, શ્રી અરિહંત પરમાત્માએ દર્શિત માર્ગને અનુસરી, સર્વ જી આત્મશ્રેય સાધે, એ જ શુભેચ્છા
લિ.
પિષ દશમી. પાર્શ્વપ્રભુના જન્મકલ્યાણનેદિન. ખુબચંદ કેશવલાલ-પારેખ વિ. સં. ૨૦૩૭
વાવ (બનાસકાંઠા) વીર, સં. ૨૫૦૭