________________
૧૧૩
તે જ અંધકાર છે. અંધકાર એ પ્રકાશનું પ્રતિપક્ષી છે અને વસ્તુની અદશ્યતાનું કારણ છે. અંધકારમાં વસ્તુઓ દેખી શકાતી નથી. કારણ કે વસ્તુનું રૂપ તે અંધકારના પરમાણુ સમૂહથી આચ્છાદિત બની જાય છે. જેમ આંખની ઉપર મોટા કપડાનો પાટો આવી જવાથી પદાર્થ દેખી શકાતું નથી, તેવી રીતે અંધકારમાં પણ પદાર્થ દેખી શકાતે નહિ હેવાથી કપડાની માફ્ટ અંધકારને પણ પુદગલના પરિણામ રૂપે સમજવું જોઈએ. અંધકારસ્વરૂપ પુદ્ગલસમૂહ પર સૂર્ય દીપક-અગ્નિ આદિનાં પ્રકાશ કિરણે ફેલાઈ રહે છે ત્યારે અંધકારનાં અણુએ અન્ય વસ્તુઓના રૂપને પોતાની શ્યામતા દ્વારા આચ્છાદિત કરી શકતાં નથી. જેથી પ્રાણીઓ વસ્તુએને જોઈ શકે છે.
આધુનિક વિજ્ઞાન પણ અંધકારને અભાવાત્મક અર્થાત્ પ્રકાશના અભાવસ્વરૂપે નહિ માનતાં તેનું સ્વતંત્ર અસ્તિત્વ માને છે. વિજ્ઞાન કહે છે કે, “વિશ્વના તમામ પદાર્થોની માફક અંધકારમાં પણ તાપ કિરણે હોય છે. પણ એ એટલા બધાં સૂક્ષમ હોય છે કે તે જોવામાં આપણી ચક્ષુઓ અશક્ત
છે. ઘુવડ અને બિલાડીની આંખે તથા ફેટોગ્રાફી પ્લેટસ જ . તે તાપકિરણોથી પ્રભાવિત બની શકે છે. આ રીતે વૈજ્ઞાનિક વિદ્વાનોએ પણ અંધકારના દશ્યને પ્રકાશથી ભિન્ન એવા પુદ્ગલપર્યાયના અસ્તિત્વ સ્વરૂપે સ્વીકાર્યું છે. આ ઉપરથી પણ દષ્ટિપ્રતિઘાતના કારણરૂપ અંધકાર, તે પુગલપર્યાયના જ અસ્તિત્ત્વ સ્વરૂપે હોવાની જૈનદર્શનની માન્યતા સત્ય જ
H
૮