________________
ગર્ભ છૂટી જવા, આ બધા દાખલાઓ પંચેન્દ્રિય પ્રાણીઓને અંગે સમજવા.
શ્રોત્રેનિદ્રયરહિત પ્રાણીઓને પણ શબ્દ સ્પર્શની અસર પ્રતિકૂળરૂપે કેવી રીતે અનુભવાય છે તે તીડેને દષ્ટાંતથી સમજાય છે. ખેતરમાં પથરાઈ બેઠેલા તીડે, ઢેલ આદિના પ્રબળ શબ્દના સ્પર્શથી શરીરે પ્રતિકૂળતા અનુભવી ઉડી જાય છે. જૈન શાસ્ત્રમાં તીડને ચઉરિન્દ્રિય પ્રાણું કહ્યું છે, એટલે તેને કાન હોતા નથી. છતાં તે ઢેલના શબ્દની અસર પોતાના શરીર ઉપર થતા પ્રહારરૂપે અનુભવે છે. પૂર્વકાળમાં ભારત વર્ષમાં કેઈ હિંસક પ્રાગે દ્વારા તીડેને હટાવવાનો પ્રયત્ન થતા ન હતા. પરંતુ વનિ ઉત્પાદક સાધનો દ્વારા જ તીડાને હટાવવામાં આવતાં હતાં.
જૈન ઈતિહાસમાં પ્રસિદ્ધ કાલકાચાર્યની બહેન સાથ્વીજી સરસ્વતીશ્રીની શીયળ રક્ષાના માટે ઉજજયિના રાજા ગર્દભિલ્લને શાહી રાજા દ્વારા પરાજિત કરવાની હકીક્તમાં ગભિ વિદ્યાને ઉલ્લેખ આવે છે. ગભિ વિદ્યા એ એક પ્રાચીન વિદ્યાનું નામ છે. તેના ધ્વનિ માત્રથી શત્રુસેનાને સંહાર થઈ શક્ત હતા. તેને ગભિ વિદ્યા કહેવાનું કારણ એ હતું કે તે પ્રયાગમાં વિદ્યાદ્વારા એક ગદ્ધાનું નિર્માણ કરાતું. તે ગદ્ધાના મુખમાંથી એક વિશેષ ધ્વનિ ઉત્પન્ન કરવામાં આવતું કે જે કઈ તે વનિને સાંભળે, તે સાંભળતાંની સાથે જ તુરત મેંમાંથી લેહી વમતે બની જઈ મરણ પામતે.