________________
૮૭
કાકાશ (બ્રહ્માંડ)ના અંત સુધી ફેલાય છે. આ રીતે એક ઠેકાણેથી ઉત્પન્ન થઈ દૂર દૂર સુધીમાં ફેલાતા શબ્દના તે તરંગેને વચ્ચે વચ્ચે તથા પ્રકારના તેવા સાધનો દ્વારા શ્રોત્રેન્દ્રિય ગ્રાહ્ય બનાવી શકવાની વાતે પણ જૈનશાસ્ત્રમાં વર્ણવેલી છે. શ્રી તીર્થકર પ્રભુના કલ્યાણકાદિ પ્રસંગે અસંખ્ય પેજન દર રહેલા વિમાનોમાં વસતા દેવદેવીઓને કલ્યાણક ઉત્સવમાં જવાની સૂચના દેવા માટે ઇન્દ્ર મહારાજની આજ્ઞાથી હરિણુંગમેષ દેવ વડે દેવલેકમાં રહેલી સુષા નામથી દિવ્ય ઘંટા વગાડવામાં આવે છે. તે સુષા ઘંટાને શબ્દ અસંખ્યાતા.
જન સુધી દૂર દૂર રહેલા ઘંટામાં ઉતરી તે તે રણકારની અસર થવા દ્વારા તે તે ઘંટાઓ સ્વયં વાગવા માંડે છે. એ ઉપરથી શ્રી તીર્થકરદેવના કલ્યાણક ઉત્સવમાં જવાની સૂચનાને ત્યાં ત્યાં રહેલા દેવદેવીઓને ખ્યાલ આવી જાય છે. આ સુષા ઘંટાની હકીક્ત તે દૂર દૂરના શબ્દને પણ તથા– પ્રકારના સાધન દ્વારા શ્રોત્રેન્દ્રિય ગાહા બનાવી શકવાના દિષ્ટાંતરૂપે છે.
સંદેશવાહનની જૈનશાસ્ત્રકથિત આ હકીકત હાલ કેવળ શ્રદ્ધાનો જ વિષય નહિં રહેતા, આધુનિક વિજ્ઞાનક્ષેત્રમાં
ધાએલ ટેલીગ્રાફ, રેડિયે આદિ દ્વારા પ્રત્યક્ષ સ્વરૂપે સત્ય સાબિત થઈ ચૂકી છે. અને વર્તમાન વિજ્ઞાનને જ સર્વશક્તિમાન ગણવાના ગર્વને હઠાવી દીધું છે. બાકી જુદા જુદા. જમાનામાં માણસે પોતપોતાની વિવિધ બુદ્ધિના પશમ દ્વારા વિવિધ પ્રગથી દૂર દૂરને શબ્દને શ્રેદ્રિય ગ્રાહ્ય બનાવવા માટે વિવિધ સાધનોનો આવિષ્કાર કરતા રહ્યા છે,