________________
૮૨
તે છાયા, પ્રકાશ આદિને ઉપરોક્ત ત્રણ પદાર્થ સ્વરૂપ ઉપરાંત ચેથા કેઈ સ્વરૂપે હજુ પણ શાળા કોલેજનાં પાઠ્યપુસ્તકમાં દર્શાવેલ હોતું નથી. જેથી વિદ્યાથીઓ સહિત આજને માનવ સમુદાય આ અધુરી માન્યતાઓને જ લગભગ સાચી અને સંપૂર્ણ માની રહેલ છે. જેનદર્શન તે પહેલેથી જ માનતું આવ્યું છે કે છાયા. પ્રકાશ આદિ, પુદગલને જ એક પર્યાય છે. એટલે પુદ્ગલપદાર્થના વગીકરણને છ વિભાગોમાં તેને “સ્કૂલસૂફમ” નામે ચોથા પ્રકારમાં ગણાવ્યું છે. આ રીતે વૈજ્ઞાનિકે એ બતાવેલ પદાર્થના ત્રણ સ્વરૂપે ઉપરાંત સ્થૂલસૂક્ષ્મ, સૂક્ષમ, અને સૂક્ષ્મ સૂટમ, નામે ત્રણ સ્વરૂપવંત પદાર્થોનું પણ અસ્તિત્વ વિવમાં હોવાનું સાબિત થાય છે. એટલે જેનદર્શનકારેએ તમામ પૌગલિક પદાર્થોના, સૂમતા અને સ્થૂલતાની દ્રષ્ટિએ કરેલ વગીકરણમાં, છ પ્રકારિમાં જ પદાર્થજ્ઞાનની પૂર્ણતા છે. જ્યારે વૈજ્ઞાનિએ બતાવેલ ત્રણ પ્રકારમાં પદાર્થ જ્ઞાન અધુરું જ રહે છે.