________________
૭૭
છે, એમ વિજ્ઞાને સાબિત કર્યું છે. વિચાર તરંગેની ગતિને. મુખ્ય આધાર માણસની કલ્પનાશક્તિ, એકાગ્રતા અને ઈચ્છાશક્તિ પર છે. તેમાં કંપન ઉત્પન્ન થવા માટે આ ત્રણે-- યની આવશ્યકતા છે. આ બધી હકીક્ત ઉપરથી સાબિત થાય છે કે વિચારતરંગે એક મૂર્તિમાન પદાર્થ છે, જેને વૈજ્ઞાનિક યંત્રની સહાયથી પ્રત્યક્ષ જોવામાં સફળતા મળી છે. વિજ્ઞાન કહે છે કે તમે વિચાર કરે છે એટલે મગજમાંથી થોડાક માઈક્રેટસની શકિત ધરાવતા વિદ્યુત મેજા થાય છે. જે જીભ, ગળું તથા હોઠને અનૈરિછક રીતે સંકેચે છે. આ મેજાને પૂરતા પ્રમાણમાં મોટાં બનાવવામાં આવે અને તેમને એકાદ ફિલ્મ પર ઝીલવામાં આવે છે તે તમારા વણબેલાયેલા વિચારોને આલેખ બની રહેશે. વીજળીમાં આવાં મેજા તથા તેના આલેખને વિજ્ઞાનની ભાષામાં “ઈલેકટ્ર માગ્રામ્સ” ટૂંકમાં “ઈ. એમ. જી.' કહે છે.
પ્રાણિયેના શરીરરૂપે વૃદ્ધિ પામતી અવસ્થાને પ્રાપ્ત થવા પહેલાં વિશ્વમાં અન્ય અવસ્થામાં રહેલાં, તથા ઉચ્ચાર અને ચિંતન દ્વારા ઉત્પન્ન થતાં “વાણું અને વિચારના તરંગરૂપ પુદગલ પદાર્થોને દાર્શનિકે યા વૈજ્ઞાનિકે ગમે તે વિવિધ સંજ્ઞાથી ભલે સંબોધે, પણ એક પદાર્થરૂપે તે તેનું અસ્તિત્ત્વ વિશ્વમાં અવશ્ય છે જ. જીવના પ્રયત્ન દ્વારા શરીર, વાણું અને વિચારસ્વરૂપે પરિણામ (અવસ્થા) ને પ્રાપ્ત આ પુદ્ગલ પદાર્થના ઉપાદાન કારણને તે જૈનદર્શનકારો જ અતિ સ્પષ્ટ અને બુદ્ધિગમ્ય થઈ શકે એવી રીતે બતાવી.