________________
ઉપ
ભાન કરાવે છે, એ આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. કેઈ ઓછું સાંભળતું હોય તે તેના કાન પાસે આપણું મેં રાખી બોલીએ તે તે તરત સાંભળે છે. એટલે શબ્દોચ્ચારનું ભાન. થવામાં ધ્વનિ તરંગો કાને અથડાવા જ જોઈએ. કાનમાં અથડાતા આ દવનિ તરંગે ક્યાંથી આવ્યા ?
ઘણી વખત જોરદાર વનિ કાનના પડદાને પણ તેડી નાંખે છે. એટલે જીવના પ્રયત્ન વડે કે કેઈ અજીવ પદાર્થોના ઘર્ષણાદિ વડે ઉત્પન્ન થઈ આપણી શ્રોત્રેન્દ્રિય દ્વારા અનુભવાતા તે ધ્વનિતરંગોના ઉપાદાન કારણ સ્વરૂપે વર્તતા કેઈ પદાર્થનું અન્ય સ્વરૂપે પણ જગતમાં અસ્તિત્ત્વ તે હોવું જ જોઈએ. કારણ કે તે સિવાય ધ્વનિ તરંગોની ઉત્પત્તિ સંભવી શકે નહિં. વળી આપણા ચિ તન અને મનન દ્વારા પણ આકાશમંડળમાં અમુક અણુસમૂહની વિવિધ આકૃતિઓ અને છે. આ આકૃતિઓ એટલીબધી સૂક્ષ્મ હોય છે કે આપણને ઈન્દ્રિયગેચર થઈ શકતી નથી. છતાં તે સૂક્ષ્મઆકૃતિ સ્વરૂપે, ઉત્પન્ન થતા તરંગોની અસર વાતાવરણમાં થાય છે. મંત્રોના જપ દ્વારા થતી ચિંતનની આકૃતિઓ દ્વારા દેવેનું આકર્ષણ થતું હોવાની માન્યતા આપણા દેશમાં ઘણું પૂર્વકાળથી મનાતી આવે છે.
મનુષ્યને કોઈ વસ્તુની લગની લાગે અને તે એક જ વસ્તુનું મનમાં ચિંતન થયા કરે ત્યારે તે હાલતમાં ક૯પનાનું રૂપ સંકલ્પમાં બદલી જાય છે. અને તે સંકલ્પ સ્થિર થયે તેના ફળરૂપે મનમાની વસ્તુ પ્રત્યક્ષ થાય છે. કેટલાક ભગવાનના ભક્તનું પણ એવું જ બને છે. એમને ઈશ્વરદર્શનની લગની.