________________
શિક્ષક તરીકે રહી ઘણા આત્માને શ્રી વિતરોગશાસનના પરમ શ્રદ્ધાળું અને તત્ત્વજ્ઞાનના સિંક બનાવ્યા છે જેથી ઘણા ગુણાનુરાગી અને કૃત અભ્યસકે , તથા તેમની પાસે ભણેલાં સાધ્વીજી મહારાજાઓ હજુ પણ તેમને ભૂલી શક્તા નથી
મહેસાણે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરી, સત્તર વસેની નાની ઉંમરે પહેલવહેલા જ તેઓ મેરબી જૈન પાઠશાળામાં શિક્ષક તરીકે ગયા હતા અને ત્યા છ વરસ રહી, રબી જૈનસંધને ખૂબ જ પ્રેમ સંપાદન કર્યું હતું
પોતાના વિદ્યાગુરૂ પ્રત્યેનું ઋણ અદા કરવા, હાલે પધાર્થે મુંબઈ વસતા, મોરબીના ભૂતપૂર્વ વિદ્યાર્થીવર્ગે, ચાલીશ વર્ષ જેટલા દીધું ટાઈમે પણ ખુબચ દભાઈને યાદ કરી મુબઈમાં આચાર્ય શ્રી કીર્તિચંદ્રસૂરિજી મહારાજ સાહેબની નિશ્રામાં બહુમાન સમારંભના આયોજન દ્વારા શ્રી ખુચ દભાઈનું યથાશક્તિ સન્માન, વિશાળ જનમેદની વચ્ચે, પાયધૂની શ્રી નમિનાથ જૈન ઉપાશ્રયમાં કર્યું હતું.
સિરોહી (રાજસ્થાન) જૈનસંઘે પણ ખુબચંદભાઈની કામગીરીથી ખૂબ જ સંતુષ્ઠ બની, તેની કદર કરવાપૂર્વક બહુ જ સારી રીતે સન્માન કર્યું હતું. આજે પણ સિરોહી જેનસંધના આબાલવૃદ્ધો, ખુબચંદભાઈને ભૂલી શક્યા નથી.
- : છેલ્લા દશ વર્ષથી પતે નોકરીથી નિવૃત બની રહી, દિવસનો વિશેપભાગ તો સમ્યગ જ્ઞાનના વાંચન-લેખન-ચિંતન, ઈત્યાદિ રીતે સ્વાધ્યાયમાં જ વ્યતીત કરે છે
તેઓ શ્રી હજુ પણ અવારનવાર જેન તાત્વિક વિષયનાં વધુ પુસ્તકો તૈયાર કરી બાળજીવોને તત્વજ્ઞાનરસિક બનાવે એ જ શુભેચ્છા.
લી. લહેરચંદ અમીચંદ શાહ ૩૫, આનંદભુવન, નવા માધુપુરા
અમદાવાદ,
પિષ શુદિ
સંવત-૨૦૩૭ -