________________
સંઘાતને પામેલ પરમાણુઓ સદાને માટે સંઘાતપણે જ ન હોય. કેઈ વહેલાં છૂટાં પડે અને કેઈમડાં છૂટાં પડે.
વળી જગતમાં કોઈ પણ પરમાણુ એ નથી કે કઈ પણ કાળે સંઘાતપણું પામ્યા વિનાને હેય. કારણ કે પરમાણુની સ્વતંત્ર અવસ્થા કે સંઘાત અવસ્થાને કાળ વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધી જ હેય. મેડામાં મેડે પણ અસંખ્ય કાળ વ્યતીત થયા બાદ તે અવશ્યતે અવસ્થાન્તરને પામે.
પોતાના સંઘાતગુણ દ્વારા બંધ પરિણામને પામેલ આણુસમૂહમાંથી સ્નિગ્ધતા–ક્ષતામાં ફેરફાર થઈ જવાથી પરમાણુઓ ભેદપરિણામને પામે છે. અર્થાત્ સ્કંધમાંથી પરમાણુ છૂટા પડે છે. વળી કદાચ સ્નિગ્ધતા-ક્ષતાના પ્રમાણમાં ફેરફાર ન થાય તે પણ (૧) સ્કધામાં સ્વાભાવિક ઉત્પન્ન થતી ગતિથી (૨) દ્રવ્યાન્તરના ભેદથી અને (૩) શાસ્ત્રમાં અસંખ્યાકાળ પ્રમાણ સ્કની જે સ્થિતિ કહેવામાં આવી છે તેનો ક્ષય થવાથી અર્થાત્ સ્થિતિના ક્ષયથી, એમ ત્રણ કારણે પૈકી પણ કઈ એક યા અધિક કારણે તેનો ભેદ થવા પામે છે.
પુદગલોના સંઘટન (સંઘાત) અને વિઘટન (ભેદ)ની સમજ આ રીતે જૈનશાસ્ત્રોમાં આપેલી છે.
જૈનશાસ્ત્રમાં નીલ, પીત, શુકલ, કૃષ્ણ અને લાલ એમ મૌલિક વર્ણ પાંચ પ્રકારે, સુગંધ અને દુર્ગધ એમ મૌલિક ગંધ બે પ્રકારે, તિકત–કટુક-આન્સ–મધુર અને કષાય એમ