________________
જૈન દર્શનને કર્મવાદ
-
-
સંપિચેન્દ્રિયજીવ કેઈપણ વસ્તુને વિચાર આ પ્રમાણે બનેલા મનથી જ કરે છે. વિચારવામાં મનને ઉપયોગ થતી વખતે મનની ભિન્નભિન્ન આકૃતિ થાય છે તેને મનના પર્યાયે કહેવાય છે.
મન એ એક પ્રકારનું પીગલિકદ્રવ્ય છે એટલે મનના પર્યાયે તે પુદ્ગલદ્રવ્યના જે પર્યાય છે. આ માનસિકઆકૃતિઓરૂપ પુદ્ગલદ્રવ્યના પર્યાયને ઇન્દ્રિયની અપેક્ષાવિના સાક્ષાત્ આત્માથી જાણી શકવાની ચિત-જ્ઞાનશક્તિને મન:પર્યવ જ્ઞાન કહેવાય છે. એવા જ્ઞાનવિકાસને પ્રાપ્ત કરનાર મનુષ્ય, મન ૫ર્યવજ્ઞાનિ કહેવાય છે.
મન પર્યવજ્ઞાનિ તેં માનસિક આકૃતિઓને પ્રત્યક્ષ કરે છે, પરંતુ તેના અર્થજ્ઞાનને અર્થાત્ ચિંતનીય વસ્તુને પ્રત્યક્ષ કરી શક્તા નથી. મન ૫ર્યવજ્ઞાનિ જે મનના સંપૂર્ણ વિષચેનું સાક્ષાત્ જ્ઞાન કરી શક્તા હોય તે તે અરૂપી દ્રવ્ય પણ મન:પર્યવજ્ઞાન વિષય બની જાય. અને એ રીતે બને તે કેવળજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં કઈ ફેર રહે જ નહી. પરંતુ મન:પર્યવજ્ઞાન તે રૂપીદ્રવ્યને જ સાક્ષાત્કાર કરે છે અને તે પણ સર્વરૂપીયુગલને સાક્ષાત્કાર નહીં કરી શતાં સર્વ રૂપીદ્રને અનંત ભાગ- અર્થાત્ માનુષોત્તર ક્ષેત્રની મર્યાદામાં જ મનની ભિન્ન ભિન્ન આકૃતિરૂપ પુદ્ગલ પિર્યાને જ પ્રત્યક્ષ કરે છે. અને તે ઉપરથી અર્થજ્ઞાનનું એટલે કે ચિંતનીય વસ્તુનું અનુમાન કરે છે. એટલે મનઃ