________________
૩૦
જૈન દર્શનને કર્મવાદ
એ ભેદેમાં પૂર્વવત ભેદે તે ઉત્તરવતી ભેદેની ઉપત્તિમાં કારણરૂપ છે. અને ઉત્તરવત્તભેદે તે કાર્યરૂપે છે. જેથી પૂર્વવત સિવાય ઉત્તરવતભેદની ઉત્પત્તિ થઈ શક્તી નથી. માટે ઉત્તરવત્ત ભેદની પહેલાં પૂર્વવત્તી ભેદની ઉત્પત્તિ થવી જ જોઈએ. પરંતુ પૂર્વવત્તભેદની ઉત્પત્તિ થયાબાદ ઉત્તરવતભેદોની ઉપત્તિ થાય પણ ખરી અને ન પણ થાય. આ હકિકત સ્વયં બુદ્ધિથી વિચારવાથી મતિજ્ઞાનને વ્યંજનાવગ્રહાદિ ઉત્પત્તિકમ સમજી શકાય તેવે છે.
વ્યંજનાવગ્રહાદિક જ્ઞાનનું સામર્થ્ય પણ દરેક જીવને અને એક જીવને પણ સદાકાળ માટે એક સરખું હોઈ શકતું નથી. તેમાં પણું બહુ, અબહુ, વગેરે વિવિધ પ્રકારે જ્ઞાનશક્તિ હોવાથી પૂર્વોક્ત ૨૮ ભેદમાં દરેકના બહુ, અબહુ વિગેરે બારબાર ભેદ કરતાં મતિજ્ઞાનના ૩૩૬ ભેદ થાય છે.
આ ઉપરાંત વિકટ સમસ્યાના ઉકેલમાં તાત્કાલિક સહજબુદ્ધિની થતી ઉત્પત્તિરૂપ ઔત્પાતિકીબુદ્ધિ, ગુરૂને વિનય અને સેવા કરતાં ઉપ્તન થવા વાળી વિનાયકી બુદ્ધિ, શિલ્પ અને કર્મથી સંસ્કાર પામેલી કર્મજા બુદ્ધિ, અને લાંબા વખતના અનુભવથી ઘડાયેલી અર્થાત્ દીર્ઘ કાળના પૂર્વાપર અર્થના અવલોકનરૂપ પરિણામિકી-બુદ્ધિ એમ ચાર પ્રકારની બુદ્ધિને પણ જૈનશાસ્ત્રમાં મતિજ્ઞાન તરીકે જણાવી છે. આ ચાર પ્રકારની બુદ્ધિમાં પણ વ્યંજનાવગ્રહાદિત પ્રવર્તે