________________
આત્માની સ્વભાવ દશા
-
-
-
-
-
--
દેવાવાળું છે. એવું સુખ આત્મામાં હમેંશના માટે સત્તારૂપે રહેલું છે. બહારથી આવવાવાળું નથી. અર્થાત્ મુદ્દે પિતાનામાંથી પ્રગટ થાય છે. તે સુખ પોતાનામાં જ હવા છતાં પણ જીવ અજ્ઞાનતાથી જ્ઞાનશૂન્ય થાય છે, જેથી તેને અનુભવ પણું અજ્ઞાની જીવ ને માટે કઠિન છે. આ વાસ્તવિક સુખને કેાઈ પણ ઉપમા આપી શકાતી નથી. જેઓએ તે સુખને પ્રાપ્ત કર્યું છે તેઓને જ તે અવ્યક્ત સુખને ' અનુભવ હોઈ શકે છે. તે નીચેના દૃષ્ટાન્તથી સ્પષ્ટ થઈ શકે છે. એક મહાઅરણ્યવાસી પ્લેચ્છ અરણ્યમાં રહેતે હતે એક વખત પોતાના અશ્વવડે ખેંચાઈને ભૂલે પડેલે એક રાજા તે અટવીમાં આચ્ચે.
પ્લે છે તેને જે. સત્કારપૂર્વક તે રાજાને પિતાના સ્થાને લઈ જઈ વિશ્રાંતિને માટે તે રાજાની બહેજ ચાકરી કરી. ત્યારબાદ નગરમાં જવા ટાઈમે રાજાએ સ્વેચ્છને પણ પિતાની સાથે લીધું. અને સ્વેચ્છને ઉપકારી સમજી તેને બહુ જ સત્કાર કર્યો. રાજસમૃદ્ધિનો ઉપભેગ કરતા તે સ્વેચછને એક વખત પોતાના નિવાસસ્થાન અરણ્યનું સ્મરણ થવાથી રાજાની આજ્ઞા લઈ પિતાના નિવાસસ્થાને આવ્યું. અરણ્યવાસિઓએ તેને પુછયું કે નગર કેવું હતું? ત્યાં કેવું સુખ છે? મ્લેચ્છ તે સર્વ વાત જાણતા હોવા છતાં પણ તે સુખની ઉપમા, અરણ્યમાં કેઈ નહીં હોવાથી તે સુખ બતાવી શકશે નહિ.
આ પ્રમાણે આત્માનું અવ્યાબાધ સુખ પણ અનુપમ