________________
--
-
--
--
.
....
જૈન દર્શનને કર્મવાદ પર્યાય છે. તે એક પ્રદેશમાં પણ જે અવ્યાબાધ ગુણ રહેલે છે તે અનન્ત છે. કેવળજ્ઞાનીની બુદ્ધિથી પણ જે એક ખંડના બે ખંડ ન થઈ શકે તે ખંડને અવિભાગ કહે છે. અવ્યાબાધ સુખના એવા અવિભાગેનું પ્રમાણુ બતાવતાં શ્રી સર્વજ્ઞ દેવે કહ્યું છે કે લેક તથા અકાકાશના એક એક પ્રદેશમાં સુખને એક એક અવિભાગ રાખવામાં આવે તે પણ લોકાલેકરૂપ સર્વ આકાશમાં સમાઈ શકે નહીં. અર્થાત આકાશાસ્તિકાયના સર્વ પ્રદેશથી પણ આત્માના એક પ્રદેશમાં રહેલ સુખના અવિભાગ અશે અનન્તગુણ છે. અર્થાત્ આત્મિક સુખ અનત છે. જગતના અજ્ઞાનિ પ્રાણિઓ વાસ્તવિક સુખથી અનભિન્ન હોવાથી આત્મિક સુખનું સ્વરૂપ સમજી શકતા નથી. એક માત્ર ઈદ્રિય જન્ય સુખને જ સુખ માનીને સુખની અભિલાષાથી માની લીધેલ સુખની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ હોવાથી સુખના બદલે, દુઃખ જ પામે છે. કારણ કે ઇન્દ્રિયજન્ય સુખ તે સ્વાધિન નથી. તેતે પરાધીન છે. ઉપચરિત છે. એ સુખતે પુગલકમને. વિપાક છે. પર વસ્તુના કારણે દ્વારા ઉત્પાદિત સુખ તે શાશ્વત હોઈ શકતું નથી. કેમ કે તે સગિક સુખ હોવાથી સંગના વિયોગમાં તેજ સુખ, દુઃખનું કારણ બની જાય છે, એટલે એવા સુખને સુખ માનવું તે અજ્ઞાનતા જ છે. જે સુખ કઈ પણ ટાઈમે દુઃખનું કારણ બની શકતું નથી જે સુખથી વધીને બીજું સુખ હોઈ શકે જ નહિ, જે સ્વભાવિક છે, જે કોઈ અન્ય દ્વારા ઉત્પાદિત નથી, તે સુખ જ સત્ય સુખ છે. એવું આત્મિક સુખ જ પરમ આનંદને