________________
૧૪
જૈન દર્શનને કર્મવાદ છે. અમૂર્તગુણ અરૂપી પણાનું કામ કરે છે. એ પ્રમાણે સર્વ ગુણ પિતતાના કાર્યને કર્તા છે. કાર્ય ભેદ પણ અલગ અલગ છે. પરંતુ તે કાર્યધર્મનું કારણ કેઈ દ્રવ્ય તથા ક્ષેત્રમાં અલગ નથી. માટે અભેદરૂપે છે. જેવી રીતે સુવર્ણમાં પીળાપણું ગુરૂતા, સ્નિગ્ધતા, તે કાર્ય કરી ત્રણ પ્રકારે છે. પરતુ કેઈ સમયે તે ત્રણે ભિન્ન હોતા નથી. ત્રણેનું હવા પણું પ્રતિસમય સુવર્ણમાં અભિન્ન છે. તેવી રીતે
જીવના અનન્તગુણ ભિન્ન ભિન્ન કાર્ય કરતા હોવા છતાં વસ્તધર્મથી ભિન્ન નથી. જો કે કાર્ય ભિન્ન ભિન્ન હોવા છતાં પણ ભેદ રહિત છે. તેમાં આત્માના જ્ઞાનદર્શન ગુણ મુખ્ય છે અને વીર્યાદિ તે ગુણની પ્રવૃત્તિરૂપ ધર્મ છે, આ -આત્મા છએ દ્રવ્યના ગુણ–પર્યાય, ઉદયિકાદિક ભાવને જ્ઞાતા છે, પિતાના જ્ઞાનાદિ અનતગુણ લક્ષ્મીને કર્તા છે, અનન્ત ગુણરૂપ પર્યાયને ભોક્તા છે, પરિણતિરૂપ ઘરને “રમતા છે, જ્ઞાનાદિ ગુણ સમુહને “ગ્રાહક” છે, સ્વધર્મમાં વ્યાપ્ત છે, સ્વપરિણતિને ધારણ કરનારે છે. અર્થાત્ ગ્રાહક, રક્ષક, વ્યાપક, ધારક, સ્વધર્મ સમુહને જ છે. એ સર્વશક્તિ આત્મામાં સહજરૂપે પ્રવર્તનીય હોય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવા. સ્તિકાય એ પંચાસ્તિકામાં ચાર અસ્તિકાય “અકર્તા છે. જીવાસ્તિ કાય સ્વતંત્ર કર્તા છે. જે સ્વતંત્રરૂપે કારણુવલંબી અની કાર્ય કરે તે “કર્તા કહેવાય છે. એ રીતે જ્ઞાનાદિ - કાર્યનો કર્તા જીવ છે. અન્ય દ્રવ્ય તે ઉત્પાદ–વ્યય એવ . કુંવરૂપે પરિણમિત છે, પરંતુ કર્તા નથી. તેનું કારણુંએ