________________
૪૦૮
જૈનદર્શનને કર્મવાદ
-
કલેશે વાસિત મનસંસાર, કલેશ રહિત મન તે ભવપાર; જે વિશુદ્ધ મન ઘર તમે આવ્યા, તે અમે નવનિધિ ઋદ્ધિપાયા.
સાહેબા વાસુપૂજ્ય જિમુંદા. માટે સંસાર વૃદ્ધિને રોકવા માટે આત્મામાંથી રાગ ઠેષ હટાવવા પ્રયત્ન કરે એજ મનુષ્ય જીવનનું કર્તવ્ય અને પરમ ધર્મ છે. સંસારી અવસ્થામાંથી મુકત બનવાને માટે કર્મને આવવાના ઉપરેત હેતુઓને રોકવાને જે પ્રયત્ન જે વર્તન દ્વારા કરાય તેવા જીવના વર્તનને “સંવર કહેવાય છે. કર્મ બંધના હેતુરૂપ આશ્રવને નિરોધ કરવાની ઈચ્છાવાળાએ સમ્યગ્દર્શનથી મિથ્યાત્વને, વિરતિથિી અવિરતિને, ક્ષમા–નમ્રતા–સરલતા અને સંતોષથી અનુક્રમે ક્રોધ માન-માયા અને તેમને જીવનમાંથી ખસેડવાના પ્રયત્નશીલ બનવું જોઈએ.
તથા સંયમસંસ્કારથી મન–વચન-કાયાના વ્યાપારરૂપ ગેને શુભ અને નિર્મળ બનાવવાની કેશિષ ચાલુ રાખવાથી ધીમે ધીમે તેમને પણ નિરોધ થઈ જાય છે. આ રીતે આશ્રવ અર્થાત્ કર્મબંધવ્યાપારને અટકાવનાર આત્માના શુદ્ધભાવ પરિણામને સંવર કહેવાય છે. અહિં આશ્રવ તે અધર્મ, અને સંવર તથા નિર્જરા તે ધર્મ કહેવાય છે.
શાસ્ત્રમાં અહિંસા, સંયમ અને તપને જ ધર્મ કહ્યો છે. તેમાં અહિંસા અને સંયમ તે સંવરરૂપ અને તપ તે નિરારૂપ છે. એકલી અહિંસા એટલે હિંસાનાં પચ્ચકખાણ