________________
પ્રકરણ ૧૦ મું
સવર–નિર્જરા અને મોક્ષ
કર્મના સંબંધવાળી આત્મદા તે સંસાર, અને કર્મ રહિત આત્મદશા તે મોક્ષ છે. સંસારીદશે તે વિભાવદશા અને મુકતદશા તે સ્વભાવદશા છે. વિભાવદશા જ જીવને કષ્ટકારી છે. જ્યારે સ્વભાવદશા તે શાશ્વત સુખવાળી દશા છે. કર્મની સાથે જીવને સંબંધિત બનાવી, વિભાવ દશામાં રાખી, સંસારમાં ભટકાવી, અનેકવિધ કન્ટેના સંગમાં મુકનાર તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને રોગ (માનસિક-વાચિક અને કાયિક વ્યાપારી જ છે. કારણ કે વિવિધ પ્રકારે બંધાતા કર્મના મુખ્ય હેતુઓ યાતો કર્મને આવવાના માર્ગ રૂપ આશ્ર તે આ ચાર જ છે. તે ચારેય રાગ અને દ્વેષમાં અંતર્ગત કરી લઈએ તે મુગ્ધ બેજ આશ્રય યા કર્મ બંધના હેતુઓ થાય છે. સારીયે સંસારી અવસ્થા આ રાગ અને દ્વેષને જ-અવલંબને છે.
એટલે રાગદ્વેષ એજ સંસાર, તથા રાગ અને દ્વેષને સર્વથા અભાવ તે જ મેક્ષ છે. એટલા જ માટે મહેપાધ્યાય શ્રીયવિજયજી મહારાજે શ્રીવાસુપૂજય સ્વામીના સ્તવનમાં ગાયું છે કે –