________________
આત્માની સ્વભાવ દશા
ન્યૂનાધિકતાર્જ કારણભૂત છે. પણ કેઈ જીવ બકુલ ચૈતન્ય ગુણરહિત તે હોઈ શકતું જ નથી.
- - હવે જ્ઞાનગુણની ન્યૂનાધિક વિકાસતાના હિસાબે તે. જ્ઞાનગુણની પ્રકર્ષતા અર્થાત્ સંપૂર્ણપણનું પણ અનુમાન કરી શકાય છે. કારણ કે જે જે વસ્તુના વિકાસમાં હાનિવૃદ્ધિ દેખાય તે તે વસ્તુમાં પ્રકર્ષતા–સંપૂર્ણતા યા અતિમ વિકાસ પણ હોવો જ જોઈએ. માટે અનન્તયના વિશેષ ધર્મને જણાવનાર ગુણને પૂર્ણપ્રકર્ષ તે કેવળજ્ઞાન અને અનન્તયના સામાન્ય ધર્મને જણાવનાર ગુણને જે પૂર્ણ પ્રકર્ષ તે કેવળદર્શન છે.
હવે ચારિત્ર અંગે વિચારીએ તે વસ્તપ્રત્યેના ક્રોધાદિ કષાયના ત્યાગને જ ચારિત્ર કહેવાય. આ કષાયના ત્યાગરૂપ ચારિત્રગુણની માત્રા પણ ઉપરોક્ત જ્ઞાનગુણની માફક સંસારી જીવમાં ન્યૂનાધિક રીતે જોવામાં આવે છે. ક્રોધાદિ કષાયની અધિકતામાં ચારિત્રની ન્યુનતા અને ક્રિોધાદિ કષાયની ન્યુનતાએ ચારિત્રની ઉત્કર્ષતા વસે છે.
આ રીતે ચારિત્રની ઉત્કર્ષતાને પણ ક્યાંક અંત હવે જોઈએ. કે જે ઉત્કર્ષતાથી આગળ વધીને ઉત્કર્ષતાને. સંભવ જ ન હોય. એટલે જે ચારિત્રની ઉત્કર્ષૉમાં રાગશ્રેષને સંપૂર્ણ અભાવ જ હોય એવી અન્તિમ ઉત્કર્ષતારૂપ અનન્ત ચારિત્રને પણ બુદ્ધિમાન પુરૂષોએ સ્વીકાર કરે જ જોઈએ કહ્યું છે કે – ' . . - ' ' . * . ,