________________
-
જૈન દર્શનને કર્મવાદ વવામાં યા આરોગ્યવૃદ્ધિમાં લાભદાયક થતું નથી. તેવી રીતે અઢાર દૂષણ રહિત અરિહંત પરમાત્મારૂપી ભાવવૈદ્ય ફરમાવેલ આજ્ઞાથી વિપરીત રીતે વર્તતી પાપપ્રવૃત્તિનો ત્યાગ, કષાય રહિત દશા અને બાહ્ય ચારિત્રવાળી આત્મદશા તે મિથ્યાત્વદશા હોવાથી તેના વડે અઢાર દૂષણરૂપ ભાવબિમારીને આત્મામાંથી આત્યંતિક નાશ થઈ શકતો નથી.
જીવાદિ તરોને બાહ્ય નેત્રથી ચા અન્ય ઈન્દ્રિયોથી યા મનદ્વારા સાક્ષાત્ દેખી શકાતાં નથી. કારણકે તે ઈન્દ્રિના બળની બહાર છે.
તે તને સાક્ષાત્ તે તેજ દેખી શકે કે જેઓ પૂર્ણતયા રાગદ્વેષથી દૂર છે, અને જેઓમાં પિતાને -અનંત જ્ઞાનરૂપ સ્વભાવ તે પૂરેપૂરે પ્રગટ થઈ ચૂક્યો છે.
એવા સર્વજ્ઞ વીતરાગ મહાપુરૂષના વચનાનુસાર ઉપરોક્ત તત્વના સ્વરૂપમાં લેશ માત્ર પણ અશ્રદ્ધા યા વિપરીત પ્રરૂપણાને મિથ્યાત્વ કહેવાય છે.
જીવ અનાદિ સંસારદશામાં જગતના સઘળા બનાવેભાવ અને પ્રવૃત્તિઓને નિર્ણય કર્યા કરતે છતે પણ, માત્ર પોતાના વાસ્તવ્ય સ્વરૂપ સંબંધી અનિર્ણય અર્થાત્ વિપરીત શ્રદ્ધાન વડે જ દુઃખી થઈ રહ્યો છે. અને એજ -અનંત સંસાર દશાનું બીજ છે, સર્વ દુઃખોનું મૂળ છે. જેને મિથ્યાદર્શન કહેવામાં આવે છે.
ગમે તેવા મંદકષાયી આત્માને પણ મિથ્યાત્વદશામાં