________________
સ્થિતિબધ-સબંધ અને પ્રદેશબંધ
૩૩૯ ખીર–ખાંડના રસની અને કડવાતુરીયા કે લીબડાના રસની ઉપમા સરખાવી શાસ્ત્રમાં તેનું એક સ્થાનકાદિપણું એવી રીતે સમજાવ્યું છે કે લીંબડા આદિને સ્વભાવિક એટલે કે જે હોય તેને તેજ રસ તે એકસ્થાનિક મંદ રસ કહેવાય છે, બે ભાગ ઉકાળતાં એક ભાગ બાકી રહે તેને બેસ્થાનિક તીવ્રરસ કહેવાય છે, ત્રણ ભાગને ઉકાળતાં એક ભાગ બાકી રહે તેને ત્રણસ્થાનિક તીવ્રતર રસ કહેવાય છે, અને ચાર ભાગને ઉકાળતાં એક ભાગ બાકી રહે તેને ચાર સ્થાનિકતીવ્રતમ રસ કહેવાય છે.
આ દૃષ્ટાંતે કર્મરસનું પણ એકસ્થાનિકાદિપણું સમજી લેવું. આ એકસ્થાનિકાદિક રસમાં અનુક્રમે અનંતગુણતીવ્રતા છે. આ ચાર ભેદે થતું વર્ગીકરણ કષાયની અપેક્ષાએ છે. રસબંધનું કારણ કષાય હવાથી ચાર કષા વડે થતા રસબંધના અનંતભેદને સમાવેશ, સ્થૂલપણે ચારભેદમાં જ કરવામાં આવ્યું છે.
રસબંધ સમયે વૃદ્ધિ પામતી કષાયની પ્રચુરતાએ પુન્ય પ્રકૃતિએ મંદ રસે અને પાપપ્રકૃતિઓ તીવ્ર રસે બંધાય છે. આત્માના નિર્મળ પરિણામ સમયે કે અતિ નિર્મળ પરિણામ સમયે પુન્ય પ્રકૃતિઓને રસ ચતુઃસ્થાનિક અને પાપ પ્રકૃતિને એક કે બે સ્થાનિક રસ બંધાય છે. મંદ શુભ પરિણામમાં વર્તતે આત્મા પુન્યપ્રકૃતિઓને ત્રિસ્થાનિક ૨સે અને પાપપ્રકૃતિઓને પણ ત્રિસ્થાનિક રસે બાંધે છે; કિલષ્ટ પરિણામના ગે પુન્યપ્રકૃતિઓને