________________
૨૩૨
જૈન દર્શનને કર્મવાદ
રસાનુભાગ યા સાંશ-કર્મનો અવિભાજ્ય રસ (અનડીવાઈબલ પાટીકલ ઓફ પાવર)
અનુભાગવગણા–સરખી સંધ્યા પ્રમાણે રસાંશવાળા કર્મ પ્રદેશને સમૂહ. (લેટ)
અનુભાગ સ્પર્ધક–અભવ્યથી અનંત ગુણ અથવા સિદ્ધજીવથી અનંતમા ભાગ પ્રમાણ અનુભાગ વર્ગણાઓના સમૂહનું એકીકરણ. (ગુપ ઓફ લેટસ)
અનુભાગ બંધ–અભવ્યથી અનંત ગુણ અથવા સિદ્ધજીથી અનંતમા ભાગ પ્રમાણ સંખ્યાયુક્ત અનુભાગ સ્પદ્ધકે (પ ઓફ સ)માંના કર્મ પ્રદેશોના રસશસમૂહના એકીકરણથી ઉત્પન્ન થયેલ સામર્થ્ય. અથવા વિવક્ષિત સમયે આત્માએ ગ્રહણ કરેલ સંપૂર્ણ કર્મસ્કને સામુહિક પાવર
એક સમયે જીવે ગ્રહણ કરેલ હીનાધિક પ્રમાણ રસાવિભાગોવાળ તે કર્મમાંના ઓછામાં ઓછા (least)
સાવિભાગોએ યુક્ત જે કર્મ પ્રદેશને સમૂહ તે એક વર્ગણા કહેવાય છે. તેનાં કરતાં એક રસાવિભાગ અધિક પ્રમાણવાળા જે કર્મપ્રદેશોને સમૂહ તે દ્વિતિય વર્ગણું કહેવાય છે. એમ એક એક રસાવિભાગની વૃદ્ધિવાળી કર્મપ્રદેશની ક્રમે ક્રમે વર્ગણા કરતા અભવ્યથી અનંત ગુણ અથવા સર્વ સિદ્ધથી અનંતમા ભાગ પ્રમાણ વર્ગ, અણુઓ કહેવી. પ્રત્યેક વર્ગણામાંના કર્મપ્રદેશ સમૂહ, પૂર્વની વર્ગણા કરતાં એક એક રસાવિભાગે અધિક રસાંસવાળા હોવા છતાં તે પ્રદેશ સમૂહની સંખ્યા, પૂર્વની વર્ગણાના પ્રદેશ સમૂહથી વિશેષ હીન હોય છે. એટલે કે પ્રત્યેક વર્ગણુએ એકએક રસાવિભાગની વૃદ્ધિ થવાની સાથે પ્રદેશસંખ્યા ઓછી થતી જાય છે.