________________
૩૩૦
જૈન દર્શનને કર્મવાદ કિંમતી ગણાય છે. અને માણસે વધુ કિંમત આપીને તે પહેલી લે છે. તમામ સુંઠ સરખા સ્વભાવવાળી હોવા છતાં તેમાં સામર્થ્ય (પાવર)ની ન્યૂનાધિકતા ઉત્પન્ન થવામાં તેને ઉત્પત્તિ સ્થાને તેને પિષક સગોની ન્યૂનાધિકતા યા તે અનુકુલ-પ્રતિકૂલતા જ કારણભૂત છે. એ દ્રષ્ટાંતને અનુસાર કાષાયિક અધ્યવસાયથી નિયત થતી કર્મના રસબંધન હકિકત પણ આપણે વિચારીને સમજી શકીયે. •
આ જીવ કાષાયિક અધ્યવસાય વડે અનંતાનંત પ્રદેશ યુક્ત અનંત સંખ્યા પ્રમાણે કમસ્કને એક વિવક્ષિત સમયે પ્રત્યેક આત્મપ્રદેશે ગ્રહણ કરે છે. તે પ્રત્યેક પ્રત્યેક કર્મપ્રદેશમાં સ્વસ્વભાવનુસાર આત્માને અનુગ્રહ (ગુડ એક્રેકટ) કે ઉપઘાત (બેડ એફેકટ) કરનાર રસવિભાગ (અનડીવાઈડેબલ પાટીકલ ઓફ પાવર)નું પ્રમાણ ઓછામાં ઓછું ( east) પણ સર્વજીવથી અનંત ગુણ સંખ્યા પ્રમાણે તે હોય જ છે. વળી એકજ સમયમાં ગ્રહણ થયેલા કર્મપુદગલના પ્રત્યેક પ્રદેશમાં રસાવિભાગની સંખ્યાનું પ્રમાણ એક સરખું નહિ હોતાં હીનાધિક હોય છે. એકજ અધ્યવસાય વડે ગ્રહણ થતા સર્વ પરમાણુઓમાં એક સરખી ગ્યતાનો અભાવ હોવાથી ગ્રહણ સમયે થતું રસનું પરિણમન હીનાધિક પણે થાય છે. તે સર્વ હીનાધિકપણાને સમુદાય તે એક અનુભાગબંધ સ્થાન કહેવાય છે.
કર્મપ્રાયોગ્ય વર્ગણાઓમાં આત્માને અનુગ્રહ કે ઉપઘાત કરવાનું સામર્થ્ય (પાવર) તેને જીવે ગ્રહણ કર્યા પહેલાં હોતું નથી. તે કર્મયુગલને જીવવડે ગ્રહણ
થતું રસ