________________
પ્રકૃતિ બંધ
૨૮૧
-
-
દાનાદિ ગુણેને દબાવનારું અંતરાયકર્મ. (૧) દાનતરાય, (૨) લાભાંતરાય, (૩) ભેગાંતરાય, (૪) ઉપભેગાંતરાય, અને (૫) વીતરાય, એમ પાંચ પ્રકારે દર્શાવ્યું છે. અંતરાયકર્મના ઉદયે જીવ અદાતા, અલાભિ, અભેગી, અનુપભેગી, અને અશક્ત થાય છે. જ્યારે અંતરાયકર્મના ક્ષપશમે કે ક્ષયે આત્મા દાતાર, સુખ–સામગ્રી પ્રાપ્ત કરનાર, તેને ભેગવનાર અને શક્તિવાન થાય છે. અંતરાયકર્મના સોપશમથી ઉપરોક્ત ગુણ પ્રાપ્ત થાય છે, પરંતુ તે અધુરા અને કદાચિત પશમ ન્યૂન થઈ જવાથી તે ગુણો પણ ન્યુન થઈ જવાવાળા છે. અધુરા કેવી રીતે છે તે અંગે વિચારતાં સમજાશે કે, જીવ ધારે તો અધું જગત બીજાને આપી શકે છે એટલે સર્વથા ઈચ્છાપૂર્વક પિતે ત્યાગ કરી શકે, વળી આત્મા ધારે તે સમગ્ર જગત દ્વારા જેટલા ફાયદા મેળવવા હોય તેટલા મેળવી શકે, અને ધારે તે સમગ્ર જગત પિતાના ભેગમાં તેમજ ઉપભેગમાં લઈ શકે, અને ધારે તો આખા જગતને ઉથલ-પાથલ કરી શકે તેટલી પ્રત્યેક આત્મામાં શક્તિ છે. આત્માનું આટલું બધું સામર્થ્ય છે, પરંતુ તેટલું સામર્થ્ય બતાવવાની કેઈને જરૂર પડતી નથી, છતાં તેટલું સામર્થ્ય આત્મામાં પ્રગટ ન થાય ત્યાં સુધી અંતરાયકર્મનો ક્ષય નહિ પરંતુ ક્ષપશમ જ ગણાય.
સંપૂર્ણ સામર્થ્યની પ્રાપ્તિ એટલે અંતરાય કર્મને ક્ષય ગણાય છે. સંપૂર્ણપણે પ્રાપ્ત કરેલ આત્મામાં દાનાદિ