________________
પ્રકૃતિ બંધ
૨૬૯ કે જેઈને ચાલે ! કીડી મંકેડી મરી જશે, આ શબ્દ જેનકુલ બેલાવે છે.
અજાણપણે પણ ઉત્તમ આચારે પ્રાપ્ત થવાથી, હિના બાલકે માંસ દારૂથી દૂર નાસે છે.
અજ્ઞાનદશામાં પણ ઉત્તમ આચારમાં ટકાવનાર કે વધારનાર ઉત્તમ કુલ છે. તેથી જ શાસ્ત્રકારે ઉત્તમ કુલને પુણ્ય પ્રકૃતિમાં ગયું છે. ઉચ્ચકુલના સંસ્કારે ધર્મને અંગે. સહાયક છે. જલ્દી ફળે છે. ઉત્તમ કુલ મળવા છતાં અધમના સંસર્ગથી સારા સંસ્કારેને લેપ થ સંભવીત છે, તે પણ ઉત્તમકુળની છાયા-વર્ણાચારનો પ્રભાવ પડયા વિના રહેશે નહિં. કુલના સંસ્કારે છાના રહેતા નથી. નટડીની પાછળ પાગલ બનેલે ઈલાચીકુમાર, દેર ઉપર નાચતાં એક જ દશ્યમાં સાધ્ય સાધી લે છે.
ચારની ટેળીમાં ભાનાર ચિલાતીપુત્ર તે શેઠની. છોકરીનું હરણ કરે છે, શેઠ તેની પાછળ જાય છે. ચાર બનેલ ચિલાતીપુત્ર છેકરીનું મસ્તક કાપી નાખે છે. મસ્તક હાથમાં રાખી ધડ ફેંકી દેતે આગળ વધે છે. શેઠ શેકગ્રસ્ત. બની ધડ લઈ પાછે જાય છે. અને ચિલાતીપુત્ર જેના એક હાથમાં લેહી ઝરતું મસ્તક છે, બીજા હાથમાં મનુષ્યના ખૂનવાળી ગેઝારી તરવાર છે, તે સાથે આગળ વધે છે. એક મુનિ કાત્સર્ગમાં ઉભા છે, તેને ધર્મ પૂછે છે. *ઉપશમ-સંવર–વિવેક' ત્રણ શબ્દ કહી યુનિ આકાશ