________________
૨૬૪
જૈન દર્શનના કવાદ
હાય, તે તે પ્રવૃત્તિ માટેની જ શક્તિનુ નિર્માણ તે કરે છે. જેમકે એકેન્દ્રિય જીવેામાં આહાર, શરીર, ઇન્દ્રિય, અને શ્વાસાશ્ર્વાસ એ ચાર પ્રવૃત્તિઓને ચેાગ્ય શક્તિઓનું નિર્માણ થાય છે. વિગલેન્દ્રિય અને અસગ્નિ પંચેન્દ્રિય જીવામાં ભાષાસહિત પાંચશક્તિનુ, અને સ`ગ્નિપ’ચેન્દ્રિયમાં મનસહિત છ શક્તિઓનુ' નિર્માણ થાય છે. એટલે એકેન્દ્રિજીવા ચાર પર્યાપ્તિની ચાગ્યતાવાળા, વિગલેન્દ્રિય અને અસન્નિ પચેન્દ્રિય જીવા પાંચ પર્યાપ્તિએની તથા સન્નિ પચેન્દ્રિય જીવા છ પર્યાપ્તિએની ચેાગ્યતાવાળા છે.
પેાતપાતાને ચાગ્ય પર્યાપ્તિઓમાંથી એક પણ પર્યાપ્ત ઓછી તૈયાર કરીને મૃત્યુ પામવાવાળા જીવાને પર્યાપ્તા કહેવાય અને સ્વચાષ્ય તમામ પર્યાપ્તિઓની રચના પૂર્ણ કર્યાં બાદ જ મૃત્યુ પામવા વાળા જીવાને પર્યાપ્તા કહેવાય છે. આછામાં ઓછી ત્રણ પર્યાપ્તિઓની રચના પૂર્ણ કર્યો વિના કેાઈ જીવ મૃત્યુ પામતા નથી.
આ અપર્યાપ્તપણું અને પર્યાપ્તપણું તે અનુક્રમે અપર્યાપ્ત નામ કર્મ અને પર્યાપ્ત નામ કર્મોના કારણે જ જીવમાં હોય છે.
(૭–૮) દરેક જીવાને ભિન્ન ભિન્ન શરીરની પ્રાપ્તિ કરાવનારૂં તે ‘ પ્રત્યેક નામકમ” અને અનંતજીવા વચ્ચે એક–સાધારણ શરીરની પ્રાપ્તિ કરાવનારૂ' તે ‘ સાધારણ નામક ’ છે.