________________
૨૩૨
જૈન દર્શનને કર્મવાદ સ્થિતિ યા અવસ્થાને ગતિ કહેવાય છે. ગતિ ચાર પ્રકારે છે. સંસારી આત્માને એ ચારે પૈકી કોઈપણ એક પરિસ્થિતિમાં કાયમ જવું પડતું જ હોવાથી તેને ગતિ છે. જીવને અમુક એક ગતિમાં લઈ જનારું અમુક એકજ ચોકકસ કમ હેાય છે. એટલે ગતિ તે ચાર પ્રકારે હાઈ તેને અપાવનાર કર્મ પણ ચાર પ્રકારે છે.
જીવ સુખ, દુઃખ વેદે છે તે તો વેદનીય કર્મના ઉદયથી, પરંતુ સુખ, દુઃખના સગવાળી પરિસ્થિતિમાં જઈ મુકાવું તે તે ગતિનામ કર્મના ઉદયથી જ થાય છે. એટલે ગતિનામકર્મ સુખ દુઃખના ઉપગમાં નિયામક છે.
પ્રાયઃ ઉગ્રપુણ્ય ભેગવવારૂપ શારીરિક અને માનસિક સુખવાળી અવસ્થા, યા કુદરતી પરિસ્થિતિને દેવગતિ કહેવાય છે. અને તે ગતિમાં લઈ જવાને સમર્થ કર્મ તે દેવગતિ નામકર્મ કહેવાય છે. શારીરિક અને માનસિક સુખ, દુઃખ યુક્ત પરિસ્થિતિ તે મનુષ્યગતિ, અને તે ગતિમાં લઈ જવાને સમર્થ કર્મ તે મનુષ્યગતિ નામકર્મ કહેવાય છે.
૫ આદિ દુઃખયુક્ત પરિસ્થિતિ તે તિર્યંચ ગતિ, અને તે ગતિમાં લઈ જવાને સમર્થ કર્મ તે તિચગતિ નામકર્મ, તીવ્ર શીત, ઉષ્ણાદિ દુઃખરૂપ ઉગ્ર પાપના ભેગવટાવાળી પરિસ્થિતિ તે નરક ગતિ અને તે ગતિમાં લઈ જવાને સમર્થ કમ તે નરક ગતિ નામકર્મ. આ રીતે દેવગતિ, મનુષ્યગતિ તિર્યંચ