________________
૨૨૯
--
-
-
પ્રકૃતિ બંધ તે રાગ; અને સામાન્ય રીતે સ્ત્રી પત્રાદિક ઉપર જે પ્રીતિ થાય તે નેહ કહેવાય છે. આ પ્રમાણે ત્રણ પ્રકારના અધ્યવસાયથી પણ આયુષ્યને ક્ષય થાય છે.
(૨) બીજું નિમિત્તથી એટલે દંડ, શસ્ત્ર, રાજુ, અગ્નિ, જળમાં પતન, મૂત્ર પૂરીષને રેપ અને વિષનું ભક્ષણ વિગેરે કારણથી પણ આયુષ્યને ક્ષય થાય છે.
(૩) આહારથી એટલે ઘણું ખાવાથી, ડું ખાવાથી અથવા બિલ્લ આહાર નહીં મળવાથી આયુષ્યને ક્ષય થાય છે. સંપ્રતિ રાજાના પૂર્વભવને જીવ ક્રમક, જે સાધુ થયે હતું, તે દિક્ષાના દિવસે જ અતિઆહારથી મૃત્યુ પામ્યો હતે.
() વેદનાથી એટલે શૂળ વિગેરેથી તથા નેત્રાદિકના વ્યાધિથી આયુષ્યને ક્ષય થાય છે.
(૫) પરાઘાતથી એટલે ભીંત–ભેખડ વિગેરે પડવાથી અથવા વીજળી વિગેરેના પડવાથી આયુષ્યને ક્ષય થાય છે.
(૬) સ્પર્શથી એટલે સર્પાદિના ડંશથી આયુષ્યને ક્ષય થાય છે.
(૭) શ્વાસોશ્વાસથી એટલે દમ વિગેરેના વ્યાધિને લીધે ઘણુ શ્વાસે શ્વાસ લેવાથી અથવા શ્વાસ રૂંધાવાથી પણ આયુષ્યને ક્ષય થાય છે. * એક સમયમાત્ર પણ કેઈનું ય આયુષ્ય વૃદ્ધિ