________________
૨૨૮
જૈન દર્શનને કર્મવાદ
પિતાના જ મનમાં ઉત્પન્ન થયેલા અધ્યવસાયાદિકથી. અને બીજાએ ઉત્પન્ન કરેલા વિષ તથા શસ્ત્રાદિકથી જે પિતાના જીવિતને અંત આવે, તે સર્વે ઉપક્રમ કહેવાય છે. તે ઉપક્રમના અધ્યવસાય વગેરે સાત ભેદ છે.
अज्झरसाण निमित्ते, आहारेवेयणापराघाए । જરે ચાપણુ, સવિર્દ શિન્ન થs III
ભાવાર્થ –અધ્યવસાન-નિમિત્ત–આહાર–વેદના–પરાઘાત–સ્પર્શ અને શ્વાસોશ્વાસ એ સાત પ્રકારે આયુષ્યને ક્ષય થાય છે.
(૧) અધ્યવસાનના ત્રણ પ્રકાર છે. રાગ, ભય અને સ્નેહ. તેમાં રાગને અધ્યવસાન પણ મરણને હેતુ થાય છે. જેમ એક અતિરૂપવાન-યુવાન મુસાફર, અરણ્યમાં તૃષાતુર થવાથી પાણીની પરબે ગયા. ત્યાં પાણી પાનારી સ્ત્રીએ જળ લાવીને તેને પાયું. પછી તે મુસાફર પેલી સ્ત્રીએ ના કહ્યા છતાં પણ ત્યાંથી ચાલતે થયે. તે સ્ત્રી તેની સામું જ જોઈ રહી, અને જ્યારે તે મુસાફર અદશ્ય થયો, ત્યારે તે સ્ત્રી તેની ઉપરના ઉત્કટ રાગના અધ્યવસાયથી તરત જ મૃત્યુ પામી.
ભયના અધ્યવસાયથી કૃષ્ણ–વાસુદેવને જોઈ સેમિલ બ્રાહ્મણ હૃદયસ્ફટ થવા વડે મરી ગયે,
- સનેહના અધ્યવસાયથી ભાનુનામે મંત્રીની પત્ની સરસ્વતી, તે પતિના મૃત્યુ થયાની શંકા થવાથી પોતે મૃત્યુ પામી હતી. રૂપાદિક જેવાથી જે પ્રીતિ ઉત્પન્ન થાય