________________
પ્રકૃતિ બંધ
৭৩৩
કસેટીએ કસતાં સુવર્ણ ન લાગે તે સમજવું કે સુવર્ણ નથી. પણ કટીએ ન ચડ્યું હોય તેથી કરીને કંઈ સુવર્ણ નથી એમ કહી જ ન શકાય. તેવી રીતે યથાસ્થિત તત્વસ્વરૂપ વર્ણવતાં તેમાં કંઈ પણ અશ્રદ્ધા થાય તે તે સમજવું કે સમ્યકત્વમાં ખામી છે. પણ અલ્પ સમયમાં જ સમ્યકત્વ પામી તુરત જ કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર આત્માને સરકૃત્વ પ્રાપ્તિથી કેવલજ્ઞાન પ્રાપ્તિ વચ્ચેના અલ્પકાળમાં યથાસ્થિત તત્ત્વથી કસી ન શકાય તેટલા માત્રથી સમ્યક્ત્વની પ્રાપ્તિ તે ટાઈમે નથી થઈ એમ કેમ માની શકાય?
વળી કઈ શંકા કરે કે તાપને પ્રતિબંધ કરી સમ્યકત્વ પમાડવામાં તે ગૌતમસ્વામી હતા. પરંતુ અન્ય લિંગે સિદ્ધ થયેલ જીવોને સમ્યકત્વ પમાડવામાં કઈ વ્યક્તિ ન હતા. છતાં પણ તેમને સમ્યક્ત્વ થયું હતું. માટે જનેતરો પણ સમકિતી હોઈ શકે.
અહીં સમજવું જોઈએ કે સમ્યકત્વ પ્રાપ્તિ કેઈ મહાત્માના ઉપદેશથી જ થાય એ એકાંત નિયમ નથી. સ્વયં પરિણામની વિશુદ્ધિ દ્વારા પણ સમ્યકત્વ પ્રાપ્તિ જીવમાં થઈ શકે છે. એટલે યથાર્થ તોપદેશકના અભાવે પણ સમ્યકત્વ પ્રાપ્તિ જૈનદર્શનમાં કહી છે.
વળી જૈનેતર તે સમ્યક્ત્વી થઈ શકે, પણ સમ્યક્ત્વ પામ્યા પછી જનેતર ન હોય. કારણ કે સમ્યક્ત્વ પ્રાપ્તિની પૂર્વ અવસ્થા જૈનેતર હોય, પરંતુ સમ્યક્ત્વ પ્રાપ્તિ સમયે ૧૨