________________
જૈન દર્શનનો કર્મવાદ
भव बीजाकुर जनना, रागाद्याः क्षय मुपागतायस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्ने ।
સંસારરૂપી બીજાંકુર પેદા કરનાર રાગાદિ દેષ જેના નષ્ટ પામ્યા છે, તે નામથી તે ભલે બ્રહ્મા, વિષ્ણુ હો, હર છે, અથવા જિન હો, સર્વને અમારા નમસ્કાર હો.
અહીં રાગાદિ શબ્દથી રાગ વિગેરે અઢાર દે સમજવા. : -
દાનન્તરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભોગતરાય, વીર્યાન્તરાય, હાસ્ય, સતિ, અરતિ, ભય, શેક, જુગુ
સા, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, રાગ અને દ્વેષ એ અઢારે દેષરહિત હોય તે જ સર્વજ્ઞ–જિનેશ્વર દેવ કહેવાય છે. તે
એવા દેવે પ્રરૂપેલ માર્ગાનુસારે કેવલ મોક્ષ માર્ગની જ સાધના કરનાર, પંચ મહાવ્રતધારી, કંચન કામિનીના સર્વથા ત્યાગી તે ગુરૂ, અને અહિંસા લક્ષણ પ્રધાન જ ધર્મ છે.
આવા દેવદ્વારા પ્રરૂપિત, આવા ગુરૂદ્વારા ઉપદેશિત તત્વ જ યથાર્થ તત્વ છે. સાચા સર્વજ્ઞ દેવને સ્વીકારવામાં પણ કેટલે નિષ્પક્ષપાત અથવા દાગ્રહ રહિતપણું છે? વ્યક્તિરાગ નહિં હતાં ગુણરાગની પ્રચુરતા આમાં કેટલી છે તે સ્પષ્ટપણે સમજાઈ શકે તેવું છે. આમાં મારું તે સાચું નહિ પણ સાચું તે મારું એ દૃષ્ટિ છે.